Explore

Search

August 11, 2026 6:35 PM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

Local News: કાલોલમાં રૂ.15 હજારની લાંચ લેતા પોલીસકર્મી સહિત ત્રણ ઝડપાયા

કાલોલ: ઓનલાઇન જુગારના કેસની પતાવટ કરાવવા રૂ.20 હજારની લાંચ માંગ્યા બાદ રકઝકના અંતે રૂ.15 હજાર લેવાનું નક્કી કરનાર કાલોલ પોલીસ સ્ટેશનના બે પોલીસકર્મી સહિત ત્રણ સામે દાહોદ એસીબીએ કાર્યવાહી કરી છે.

એસીબીના જણાવ્યા મુજબ, ફરિયાદીના મિત્રને ઓનલાઇન જુગારના કેસમાં પકડવામાં આવ્યા બાદ પોલીસકર્મી આશિષભાઈ કટારા અને જશપાલસિંહ પરમારે કેસની પતાવટ માટે લાંચની માંગણી કરી હતી. બાદમાં લાંચની રકમ ધર્મેન્દ્રસિંહ ઉર્ફે નોનભાઈ રાઠોડ મારફતે સ્વીકારવાનું નક્કી થયું હતું.

ફરિયાદીએ એસીબીના ટોલ ફ્રી નંબર 1064 પર ફરિયાદ કરતાં તા.9 ઓગસ્ટે નારણપુરા નર્મદા કેનાલ ચોકડી ખાતે છટકું ગોઠવાયું હતું. આ દરમિયાન રૂ.15 હજારની લાંચ સ્વીકારતા ધર્મેન્દ્રસિંહ રાઠોડ ઝડપાઈ ગયો હતો. એસીબીએ ત્રણેય સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
Our Visitor
0 1 4 8 3 0
Users Today : 11
Users Last 30 days : 351
Total Users : 14830