Explore

Search

August 11, 2026 6:40 PM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

Local News: પાનવાડી પાસે બે બાઈક સામસામે અથડાઈ, ૩ને ઈજા; એકની હાલત ગંભીર

વ્યારા: વ્યારા તાલુકાના પાનવાડી ગામ નજીક રવિવારે સાંજે બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ યુવાનોને ઈજા થઈ હતી. જેમાં એક યુવાનને માથામાં ગંભીર ઈજા થતાં વધુ સારવાર માટે સુરત ખસેડાયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, બુહારી ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિહાળી ત્રણ મિત્રો યુનિકોર્ન મોટરસાયકલ પર વ્યારા તરફ પરત ફરી રહ્યા હતા. દરમિયાન પાનવાડી જંગલ ખાતાની લાઈન સામેના રોડ પર સામેથી આવી રહેલી મોટરસાયકલના ચાલકે આગળ જઈ રહેલી ઈકો કારને ઓવરટેક કરવાનો પ્રયાસ કરતાં યુનિકોર્ન સાથે ટક્કર થઈ હતી.

અકસ્મતમાં ત્રણેયને શરીર તથા માથાના ભાગે ઈજાઓ થઈ હતી. કૃણાલ ચૌધરીને માથામાં ગંભીર ઈજા થતાં સુરત ખસેડાયો હતો, જ્યારે સામેની બાઈકના ચાલક ધૃવિત વિજયભાઈ ચૌધરીને પગમાં ફ્રેક્ચર જેવી ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે. બનાવ અંગે વ્યારા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
Our Visitor
0 1 4 8 3 0
Users Today : 11
Users Last 30 days : 351
Total Users : 14830