Explore

Search

August 11, 2026 6:40 PM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

Local News: લાંબા સમયથી ફરાર લીસ્ટેડ બુટલેગર પૂનમ ભરવાડ આખરે LCBના હાથે ઝડપાયો

સોનગઢ: તાપી સહિત ત્રણ જિલ્લામાં પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલો અને લાંબા સમયથી ફરાર લીસ્ટેડ બુટલેગર પૂનમભાઈ ઉર્ફે પુના માથાભાઈ ભરવાડને તાપી LCB અને પેરોલ ફર્લો સ્કવોર્ડે ઝડપી પાડ્યો છે.

પોલીસના જણાવ્યા મુજબ, પૂનમ ભરવાડ સામે સોનગઢ ઉપરાંત સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા અને ભાવનગરના વરતેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનાઓ નોંધાયેલા છે. તા. 7 ઓગસ્ટના રોજ પોલીસ ટીમ સોનગઢ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે શક્તિનગર વિસ્તારમાંથી તેને ઝડપી લેવામાં આવ્યો હતો.પોલીસે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરોપીને વધુ કાર્યવાહી માટે સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
Our Visitor
0 1 4 8 3 0
Users Today : 11
Users Last 30 days : 351
Total Users : 14830