Explore

Search

June 20, 2026 9:13 PM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

વાલોડમાં વરલી-મટકાનો જુગારધામ ઝડપાયો

વાલોડમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતું એક મોટું જુગાર નેટવર્ક સામે આવ્યું છે. વાલોડ પુલ ફળિયામાં જાહેરમાં ચાલી રહેલા વરલી-મટકાના અડ્ડા પર પોલીસે દરોડો પાડીને સોહેલભાઈ ઝાકીરભાઈ અંસારી નામના જુગારીને રોકડા રૂપિયા 14,450 અને બે મોબાઈલ સહિત કુલ રૂપિયા 24,450ના મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી લીધો છે. પરંતુ આ સમગ્ર કૌભાંડમાં પોલીસના હાથે માત્ર એક ‘નાની માછલી’ જ ઝડપાઈ છે, જ્યારે અસલી મગરમચ્છો હજી પણ પોલીસ પકડથી દૂર છે.

પોલીસના સત્તાવાર અહેવાલ મુજબ, પકડાયેલો આરોપી સોહેલ તો માત્ર એક મહોરું છે. આ જુગારના અડ્ડા પાછળનું અસલી ભેજું અને મોટું નેટવર્ક ચલાવનાર મુખ્ય સૂત્રધાર વોન્ટેડ આરોપી તુષાર (રહે.વાલોડ) છે, જે વરલીના આંકડાની કપાત લેતો હતો. તુષાર આ વિસ્તારમાં જુગારનું આખું સામ્રાજ્ય ચલાવી રહ્યો છે, તેમ છતાં પોલીસ હજુ સુધી તેને અડકી પણ શકી નથી. જાહેરમાં ચાલતા આ જુગારધામ પરથી એ સ્પષ્ટ થાય છે કે ગુનેગારોમાં હવે ખાખીનો કોઈ ધાક રહ્યો નથી. હવે જોવાનું એ રહ્યું કે પોલીસ માત્ર નાના પ્યાદાઓને પકડીને સંતોષ માનશે કે પછી તુષાર જેવા મોટા માથાઓને પણ જેલના સળિયા પાછળ ધકેલશે તે તો હવે પોલીસ કાર્યવાહીમાં જ જોવાનું રહ્યું !

પોલીસ પકડથી દૂર આરોપીઓના નામ : તુષાર (રહે,વાલોડ),નયન (રહે,ડોલવણ),બાબુભાઈ (રહે,સુરત),આરીફ (રહે,સુરત),વીકી (રહે,સુરત) અને ભાવેશ (રહે,માંડવી) જુગારના આ ગુનામાં સંડોવાયેલા અને સરેઆમ કાયદાનો ભંગ કરનારા આ આરોપીઓ હાલ પોલીસ ચોપડે ફરાર છે.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
Our Visitor
0 1 4 3 8 3
Users Today : 8
Users Last 30 days : 105
Total Users : 14383