ઉચ્છલ તાલુકાના વડપાડાનેસુ ખાતે આદિજાતિ વિભાગ હસ્તકની આદર્શ નિવાસી શાળા અને સરકારી કુમાર-કન્યા છાત્રાલયોનું રૂ. ૮૮.૦5 કરોડના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ પ્રસંગે આદિજાતિ વિકાસ કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ અને રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીત સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, સરકાર બાળકોના શિક્ષણ માટે ચિંતિત છે. ઉમરગામથી અંબાજીના ૨૭ આદિવાસી વિધાનસભા વિસ્તારોમાં માળખાગત સુવિધાઓ માટે રૂ. ૩૭ હજાર કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત, સ્થાનિક રોજગારી વધારવા માટે અહીં ‘ગ્રીન જી.આઈ.ડી.સી.’ પણ આવી રહી છે. જ્યારે રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીતે જાહેરાત કરી હતી કે, આગામી દિવસોમાં નિઝરના લક્ષ્મીખેડા ખાતે પણ રૂ. ૫૧ કરોડના ખર્ચે આદર્શ નિવાસી શાળાનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર દેવ ચૌધરી, પ્રાયોજના વહીવટદાર રાજેશ કુમાર મૌર્ય, સ્થાનિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.
કયા કામોનું ખાતમુહૂર્ત થયું? : વડપાડા ખાતે નવી સરકારી આદર્શ નિવાસી શાળા (મિશ્ર), બોયઝ-ગર્લ્સ હોસ્ટેલ અને સ્ટાફ ક્વાર્ટર્સ (રૂ. ૫૧.૩૩ કરોડ) અને માણેકપુર ખાતે નવી સરકારી બોયઝ હોસ્ટેલ બિલ્ડિંગ (રૂ. ૧૮.૩૬ કરોડ) તેમજ નવી સરકારી ગર્લ્સ હોસ્ટેલ બિલ્ડિંગ (રૂ. ૧૮.૩૬ કરોડ).




Users Today : 0
Users Last 30 days : 328
Total Users : 14297