Explore

Search

May 27, 2026 12:56 AM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

કડોદરામાં અકસ્માત સર્જી મોત નિપજાવી નાસતો ફરતો યુપીનો આરોપી ૪ વર્ષે ઝડપાયો

નાસતા ફરતા આરોપીઓને પકડવા ચાલી રહેલી ઝુંબેશમાં પોલીસને મોટી સફળતા મળી છે. વર્ષ ૨૦૨૨માં કડોદરા GIDC પોલીસ સ્ટેશનની હદમાં જીવલેણ અકસ્માત સર્જીને નાસી ગયેલા એક રીઢા આરોપીને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે.એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોડના એ.એસ.આઇ. રોહિતભાઇ બાબુભાઇ અને હેડ કોન્સ્ટેબલ કાર્તિકગીરી ચેતનગીરીને ચોક્કસ ખાનગી બાતમી મળી હતી કે અકસ્માતનો આરોપી કડોદરા ચાર રસ્તા ઓવરબ્રીજ નીચે ગ્રીન કલરનું ટી-શર્ટ પહેરીને ઊભો છે.

પોલીસે તાત્કાલિક સ્ટાફની ટીમ બનાવીને સ્થળ પર દરોડો પાડી શંકાસ્પદ યુવકને ઝડપી લીધો હતો.પોલીસ પૂછપરછમાં તેનું નામ સચીનકુમાર ચંદ્રપ્રકાશ ગૌડ (ઉં.વ. ૨૮, ધંધો- ડ્રાઇવીંગ, રહે.જૌનપુર, ઉત્તર પ્રદેશ) હોવાનું સામે આવ્યું છે. આરોપીએ પોતાના ગુનાની કબૂલાત કરતા પોલીસે તેની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી માટે કડોદરા GIDC પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
AI Tools Indexer
Our Visitor
0 1 4 2 9 7
Users Today : 0
Users Last 30 days : 328
Total Users : 14297