Explore

Search

May 17, 2026 3:15 PM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

Latest News : સુરત ગ્રામ્ય એલસીબીની મોટી કાર્યવાહી : દક્ષિણ ગુજરાતનો કુખ્યાત બુટલેગર પ્રવિણ વાસફોડીયા પાસા હેઠળ જેલભેગો

સુરત ગ્રામ્ય જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તેમજ અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા તથા ઇન્ચાર્જ એસ.પી. અક્ષેશ એન્જીનિયર દ્વારા સૂચના આપવામાં આવી હતી. જેના પગલે સુરત ગ્રામ્ય એલ.સી.બી.એ બાતમીના આધારે દક્ષિણ ગુજરાતના લિસ્ટેડ બુટલેગર પ્રવિણ સોમાભાઈ વાસફોડીયાની ધરપકડ કરી તેને પાસા (PASA) હેઠળ વડોદરા મધ્યસ્થ જેલ મોકલી આપ્યો છે.

મળતી માહિતી પ્રમાણે સુરત જિલ્લા એલ.સી.બી.ના પી.આઈ. એન.જી. પાંચાણીના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ દરમિયાન એ.એસ.આઈ. રાજદીપ મનસુખભાઈ અને હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ જોરૂભાઈને બાતમી મળી હતી કે પાસા વોરંટનો આરોપી પ્રવિણ વાસફોડીયા વલસાડ જિલ્લામાં છે. આ માહિતીના આધારે વલસાડની પાતલીયા ચેકપોસ્ટ પર વોચ ગોઠવીને તેને ઝડપી પાડવામાં આવ્યો હતો.

ઝડપાયેલ આરોપી પ્રવિણ વાસફોડીયા (રહે.વાકાનેડા, પલસાણા) અત્યંત રીઢો ગુનેગાર છે. તેના વિરુદ્ધ સુરત અને વલસાડ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ૩૧ જેટલા ગુનાઓ નોંધાયેલા છે, જેમાં કડોદરા GIDC, કામરેજ, સચિન અને વાપી પોલીસ સ્ટેશનમાં અનેક ગુનાઓ, આઈ.પી.સી. કલમ ૩૦૭ (હત્યાનો પ્રયાસ) અને આર્મ્સ એક્ટ હેઠળના ગુના તેમજ અપહરણ, લૂંટ, રાયોટિંગ અને એટ્રોસિટી એક્ટ હેઠળ પણ તેની સામે કાર્યવાહી થયેલી છે. સોનગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના એક ગુનામાં તે લાંબા સમયથી નાસતો ફરતો હતો. કડોદરા GIDC પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલી પાસા દરખાસ્તને સુરત જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટરે મંજૂરી આપતા ‘બુટલેગર વ્યક્તિ’ તરીકે તેનું વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
AI Tools Indexer
Our Visitor
0 1 4 2 3 4
Users Today : 143
Users Last 30 days : 349
Total Users : 14234