વાંસદા પોલીસે રાણી ફળીયા પાસે વોચ ગોઠવી એક સફેદ રંગની સ્વીફ્ટ કારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ મામલે પોલીસે સોનગઢના બે શખ્સોની ધરપકડ કરી કુલ રૂ. ૭,૬૨,૯૬૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
મળતી માહિતી પ્રમાણે વાંસદા પોલીસ સ્ટેશનના પી.આઈ. જે.વી. ચાવડાને ખાનગી રાહે બાતમી મળી હતી કે, સેલવાસથી ધરમપુર થઈ એક સફેદ રંગની મારૂતિ સુઝુકી સ્વીફ્ટ કાર નંબર જીજે/૨૬/એબી/૭૦૦૫ વિદેશી દારૂ ભરીને સોનગઢ તરફ જઈ રહી છે. આ બાતમીના આધારે પોલીસે રાણી ફળીયા કાવેરી નદીના દક્ષિણ છેડે વોચ ગોઠવી હતી. બાતમી મુજબની કાર આવતા પોલીસે તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, જોકે ચાલકે ગાડી ઉભી રાખી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે સતર્કતા દાખવી ડ્રાઈવર સઇદ સલીમ ઘાંચીવ્હોરા (રહે. દેવજીપુરા પીપલ ફળીયા, સોનગઢ, જી. તાપી) અને ક્લીનર અક્ષયભાઇ ભુલજીભાઇ ગામીત (રહે. સોનારપાડા સ્ટેશન ફળીયા, સોનગઢ, જી. તાપી) બંનેને ઝડપી લીધા હતા. પોલીસે કારની તલાશી લેતા સીટની વચ્ચે તેમજ પાછળની ડીકીના ભાગેથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ ૮૮૪ બોટલો (કિંમત રૂ.૨,૫૯,૯૬૦/-) મળી આવી હતી.
પોલીસે સ્વીફ્ટ કારની કિંમત રૂ.૫ લાખ, મોબાઈલ ફોન ની કિંમત રૂ. ૩ હજાર મળી કુલ રૂપિયા ૭,૬૨,૯૬૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, આ દારૂનો જથ્થો દમણના સોનુ શર્મા ઉર્ફે લાલુએ ભરી આપ્યો હતો, જેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. આરોપીઓ આ દારૂનો જથ્થો સેલવાસથી લાવી પોતાના ઘરે છૂટક વેચાણ કરવાના હતા. વાંસદા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે. પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. તેઓ આ દારૂનો જથ્થો સેલવાસ નહેર પાસે દમણના સોનુ શર્મા ઉર્ફે લાલુ પાસેથી લાવ્યા હતા અને તેને સોનગઢ લઈ જઈ છૂટક વેચાણ કરવાના હતા. આ મામલે વાંસદા પોલીસે આરોપીઓ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




Users Today : 109
Users Last 30 days : 315
Total Users : 14200