Explore

Search

May 5, 2026 5:52 PM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

ડોલવણના બેડચીત પાસે કાળમુખી ઇકોએ બાઇકને મારી ટક્કર: પીપલવાડાના આશાસ્પદ યુવાનનું મોત

ડોલવણ તાલુકાના બેડચીત ગામ પાસે રવિવારે બપોરે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવતી એક ઇકો ગાડીએ મોટરસાયકલને ટક્કર મારતા બાઇક ચાલક યુવાનનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે પાછળ બેસેલી યુવતીને ગંભીર ઇજાઓ પહોંચી છે.

મળતી માહિતી મુજબ, પીપલવાડા ગામના ધર્મેશભાઈ ગોકુળભાઈ ચૌધરી (ઉં.વ.આશરે 33 ) ના લગ્ન નક્કી થયા હોવાથી તેઓ રવિવારે બપોરે પોતાની યુનીકોર્ન બાઇક પર અર્પિતાબેન ચૌધરી સાથે વ્યારા બજારમાં કપડાંની ખરીદી કરવા જઈ રહ્યા હતા. તેમની સાથે અન્ય એક મોટરસાયકલ પર તેમના મિત્ર પીયુષભાઈ પણ હતા.બપોરે 1 વાગ્યાના સુમારે ઉનાઇથી વ્યારા જતા જાહેર રોડ પર બેડચીત ગામના પુલ પાસે સામેથી આવતી ઇકો ગાડી નંબર GJ-26-N-9548 ના ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. ગાડી રોંગ સાઇડમાં આવી જતાં ધર્મેશભાઈની બાઇક સાથે જોરદાર અકસ્માત થયો હતો. ટક્કર એટલી પ્રચંડ હતી કે ઇકો ગાડી રોડની નીચે ખેતરમાં ઉતરી જઈ પલટી ખાઈ ગઈ હતી.

અકસ્માતમાં ધર્મેશભાઈને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેમનું ઘટનાસ્થળે જ અથવા હોસ્પિટલ લઈ જતી વખતે મોત નીપજ્યું હતું. જ્યારે અર્પિતાબેનને પગ અને હાથના ભાગે ઇજાઓ પહોંચતા તેમને વધુ સારવાર માટે વ્યારા રિફર કરવામાં આવ્યા છે. ઇકો ગાડીના ચાલક સન્મુખભાઈ પટેલને પણ શરીરે ઇજાઓ થતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે.આ અંગે મૃતક યુવાનના મિત્ર પીયુષભાઈ ચૌધરીની ફરિયાદના આધારે ડોલવણ પોલીસે ઇકો ગાડીના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
AI Tools Indexer
Our Visitor
0 1 4 0 4 7
Users Today : 3
Users Last 30 days : 263
Total Users : 14047