Explore

Search

April 28, 2026 11:58 PM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

તાપી જિલ્લા પંચાયત-તાલુકા પંચાયત ચૂંટણીમાં રસાકસી: ૪૫૮ ઉમેદવારોની કિસ્મતનો આજે ફેંસલો

તાપી જિલ્લા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૬ના પરિણામો આજે જાહેર થવાના હોવાથી રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની બેઠકો માટે મત ગણતરી પ્રક્રિયા ચાલુ છે અને સાંજ સુધીમાં સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થવાની શક્યતા છે.

આધારભૂત સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, તાપી જિલ્લા પંચાયતની કુલ ૨૬ બેઠકો માટે ૭૭ ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે જિલ્લાના ૮ તાલુકા પંચાયતની કુલ ૧૩૪ બેઠકો માટે ૩૮૧ ઉમેદવારો વચ્ચે કડક ટક્કર જોવા મળી રહી છે. નોંધનીય છે કે નિઝર તાલુકાની ૧૧ સરવાળા બેઠક બિનહરીફ જાહેર થઈ ચૂકી છે. આમ કુલ મળીને જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠકો માટે ૪૫૮ ઉમેદવારો ચૂંટણી જંગમાં છે.

હાલ તાપી જિલ્લા પંચાયત ભાજપના કબજામાં છે, જ્યારે સોનગઢ તાલુકા પંચાયત કોંગ્રેસે પોતાની પાસે જાળવી રાખી છે. આ વખતે ચૂંટણી પરિણામો આશ્ચર્યજનક બની શકે તેવી રાજકીય ચર્ચાઓ ચાલી રહી છે. ખાસ કરીને નિઝર, કુકરમુંડા અને ઉચ્છલ તાલુકા પંચાયતની બેઠકો પર જોરદાર રસાકસી થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. વાલોડ અને ડોલવણ તાલુકા પંચાયતની વાત કરીએ તો કોંગ્રેસ મજબૂત સ્થિતિમાં દેખાઈ રહી છે. જોકે સમીકરણો બદલાઈ શકે છે. જયારે વ્યારા તાલુકા પંચાયતની કેટલીક બેઠકો પર પણ કડક ટક્કર જોવા મળી શકે છે. આઠેય તાલુકા પંચાયતોમાંથી સોનગઢ તાલુકા પંચાયત અત્યાર સુધી કોંગ્રેસે યથાવત્ રાખી છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે કોંગ્રેસના કેટલાક મોટા નેતાઓએ ઉમેદવારો પર પૂરતું ધ્યાન ન આપતાં અનેક બેઠકો પર સ્પર્ધા વધુ કઠિન બની છે. જેના કારણે કેટલીક જગ્યાએ અણધાર્યા પરિણામો આવવાની શક્યતા નકારી શકાય તેમ નથી. આજે ચાલી રહેલી મત ગણતરી પૂર્ણ થતાં સાંજ સુધીમાં તાપી જિલ્લાના રાજકીય દૃશ્યમાં શું ફેરફાર થાય છે તે સ્પષ્ટ થઈ જશે.

જિલ્લાના ૮ તાલુકા પંચાયતમાં થયેલ મયદાન પર એક નજર કરીએ :

  1. નિઝર તાલુકા પંચાયતની ૧૫ બેઠક પર ૫૧૦૭૯ પૈકી ૪૨૩૨૫ મતદાન ( ૮૨.૮૬ %) નોંધાયું
  2. ઉચ્છલ તાલુકા પંચાયતની ૧૬ બેઠક પર ૭૪૧૧૨ પૈકી ૬૩૯૬૩ મતદાન ( ૮૬.૩૧ %) નોંધાયું
  3. વ્યારા તાલુકા પંચાયતની ૨૦ બેઠક પર ૧૦૭૩૯૫ પૈકી ૭૭૮૦૮ મતદાન ( ૭૨.૪૫ %) નોંધાયું
  4. વાલોડ તાલુકા પંચાયતની ૧૬ બેઠક પર ૬૨૫૪૧ પૈકી ૪૭૭૯૮ મતદાન ( ૭૬.૪૩ %) નોંધાયું
  5. ડોલવણ તાલુકા પંચાયતની ૧૬ બેઠક પર ૭૩૯૨૮ પૈકી ૫૭૮૨૯ મતદાન ( ૭૮.૨૨ %) નોંધાયું
  6. કુકરમુંડા તાલુકા પંચાયતની ૧૬ બેઠક પર ૪૬૪૬૩ પૈકી ૩૭૭૮૦ મતદાન ( ૮૧.૩૧ %) નોંધાયું
  7. સોનગઢ તાલુકા પંચાયતની ૧૮ બેઠક પર ૮૪૧૨૭ પૈકી ૬૮૩૬૨ મતદાન ( ૮૧.૨૬ %) નોંધાયું
  8. ઉકાઈ તાલુકા પંચાયતની ૧૬ બેઠક પર ૬૭૫૬૦ પૈકી ૫૬૦૮૦ મતદાન ( ૮૩.૦૧ %) નોંધાયું
Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
AI Tools Indexer
Our Visitor
0 1 4 0 0 8
Users Today : 5
Users Last 30 days : 279
Total Users : 14008