તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત તાલુકા પંચાયતની 134, જિલ્લા પંચાયતની 26 તથા નગરપાલિકાની 28 બેઠકો માટે મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. હવે આજે જિલ્લામાં વિવિધ કેન્દ્રો પર મતગણતરી હાથ ધરાશે, જેના અંતે ઉમેદવારોના વિજયની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
મતગણતરી પ્રક્રિયાને સુચારૂ અને પારદર્શક બનાવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જરૂરી તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો માટે અલગ-અલગ કેન્દ્રો નિર્ધારિત કરવામાં આવ્યા છે, જ્યાં સુરક્ષા અને વ્યવસ્થાની વિશેષ કાળજી રાખવામાં આવી રહી છે. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં મતગણતરી માટે વ્યારા ખાતે શ્રીમતી આર.પી.શાહ આર્ટ્સ અને કોમર્સ કોલેજ, વાલોડમાં શ્રી સ.ગો. હાઇસ્કૂલનો પ્રાર્થના ખંડ, ડોલવણમાં તાલુકા સેવાસદન (પ્રથમ માળ), સોનગઢ ખાતે સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, ઉકાઈમાં જીવન સાધના હાઇસ્કૂલ, ઉચ્છલ ખાતે સાર્વજનિક હાઇસ્કૂલ, નિઝરમાં શ્રી આર.જી. પટેલ વિદ્યાલય તથા કુકરમુંડા ખાતે આઇ.ટી.આઇ.માં મતગણતરી યોજાશે. મતગણતરીને ઝડપી બનાવવા માટે જિલ્લામાં કુલ 71 જિલ્લા પંચાયત, 94 તાલુકા પંચાયત અને 5 નગરપાલિકાના ટેબલો ગોઠવવામાં આવ્યા છે. દરેક કેન્દ્ર પર અધિકારીઓ અને સ્ટાફને નિયુક્ત કરવામાં આવ્યા છે, જેથી પ્રક્રિયા સમયસર પૂર્ણ થઈ શકે. જિલ્લા વહીવટી તંત્રએ જણાવ્યું છે કે તમામ કેન્દ્રો પર કડક સુરક્ષા વ્યવસ્થા સાથે મતગણતરી પારદર્શક રીતે પૂર્ણ કરવામાં આવશે.




Users Today : 0
Users Last 30 days : 279
Total Users : 14008