સોનગઢ: સોનગઢ તાલુકાના મોટા આમલપાડા ગામના સીમમાં આવેલ ટોલબારી ઘાટના વળાંકમાં એક બાઇક ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા સર્જાયેલા અકસ્માતમાં 32 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે.
મળતી વિગતો અનુસાર, મોટા આમલપાડા ગામના સરપંચ ફળિયામાં રહેતા વિશાલભાઇ જીતેન્દ્રભાઇ વસાવા (ઉ.વ.32) ગત શનિવાર, 18 એપ્રિલના રોજ સાંજના આશરે સાડા છ વાગ્યે પોતાની મોટર સાયકલ નંબર GJ-26-H-4287 લઈને ગામની સીમમાંથી પસાર થઈ રહ્યા હતા. ટોલબારી ઘાટના વળાંક પાસે બાઇક પૂરઝડપે હોવાથી વિશાલભાઇએ સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે બાઇક સ્લીપ થઈ ગઈ હતી.
આ અકસ્માતમાં યુવકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું સ્થળ પર જ મોત થયું હતું. બનાવની જાણ થતા પરિવારજનોએ તેને તાત્કાલિક સારવાર માટે ખસેડ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટના અંગે મૃતકના પિતા જીતેન્દ્રભાઇ અર્જુનભાઇ વસાવાએ સોનગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.




Users Today : 6
Users Last 30 days : 264
Total Users : 13936