Explore

Search

April 10, 2026 4:17 AM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

તાપી પોલીસને ૨૫ વર્ષ જૂના ડબલ મર્ડર અને ધાડના ગુનામાં મોટી સફળતા મળી : ડ્રાઈવર-ક્લીનરના હત્યારાને UPના પ્રતાપગઢથી દબોચ્યો

તાપી જિલ્લા LCB અને પેરોલ-ફર્લો સ્ક્વોડને ૨૫ વર્ષ જૂના સનસનાટીભર્યા ડબલ મર્ડર અને ધાડના ગુનામાં મોટી સફળતા મળી છે.વર્ષ ૨૦૦૦થી પોલીસને થાપ આપી નાસતા ફરતા રીઢા આરોપી ગીરીશચંદ્ર ઉર્ફે લલ્લુ શિવસહાય મિશ્રાને ઉત્તરપ્રદેશના પ્રતાપગઢ ખાતેથી દબોચી લેવામાં આવ્યો છે.

મળતી વિગતો પ્રમાણે માર્ચ ૨૦૦૦માં વાલોડ પોલીસ સ્ટેશનની હદમાં એક ભયાનક ઘટના બની હતી. આરોપીઓએ કાવતરું રચીને કીમ ચાર રસ્તા પાસેથી યાર્નના કાર્ટૂન ભરેલી ટ્રકમાં મુસાફર તરીકે પ્રવેશ મેળવ્યો હતો. વાલોડ નજીક ટ્રક ઉભી રખાવી, ડ્રાઈવર પરસરામ યાદવ અને ક્લીનર નનકન યાદવની કેબલ વડે ગળે ફાંસો આપી નિર્મમ હત્યા કરી દેવામાં આવી હતી. આરોપીઓએ ડ્રાઈવરની લાશને વાલોડ હદમાં અને ક્લીનરની લાશ પર ટ્રકનું વ્હીલ ફેરવી માંડવી હદમાં ફેંકી દીધી હતી. ત્યારબાદ રૂ. ૭ લાખની કિંમતના ૧૨૯ યાર્ન કાર્ટૂનની લૂંટ ચલાવી ટ્રકને બિનવારસી હાલતમાં છોડી આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

પકડાયેલ આરોપી ગીરીશચંદ્ર છેલ્લા ૨૫ વર્ષથી પોતાની ઓળખ છુપાવવા માટે વાળ અને દાઢી વધારી વેશપલટો કરીને રહેતો હતો. પોલીસની પકડથી બચવા માટે તે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાનું પણ ટાળતો હતો. જોકે, આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાને રાખી તાપી એસ.પી. જે.એન. દેસાઈની સૂચના હેઠળ એલ.સી.બી.ની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીના વતન હરનાહપુર (યુ.પી.) ખાતેથી તેને ઝડપી પાડ્યો છે.આ કેસમાં અગાઉ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જે પૈકી એક આરોપી શમશેરઅલી અખબરખાન ભરૂચ ખાતે પોલીસ જાપ્તામાંથી ભાગતી વખતે એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. હાલમાં પકડાયેલા ગીરીશચંદ્રને આગળની કાયદેસરની કાર્યવાહી માટે વાલોડ પોલીસને સોંપવામાં આવ્યો છે.આ કેસમાં અગાઉ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જે પૈકી એક આરોપી શમશેરઅલી અખબરખાન ભરૂચ ખાતે પોલીસ જાપ્તામાંથી ભાગતી વખતે એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો

અગાઉ પકડાયેલ આરોપીઓ : (૧) ઉમર મહંમદ અલ્તાફ હુસૈન સૈયદ (૨) અકીબખાન ઉર્ફે મામા યાસુખાન પઠાણ (૩) સુભાષભાઈ મોજીલાલ સીંગ (૪) મોબીન અહેમદ મહંમદ ઈદ્રીશ શેખ (૫) શમશેરઅલી અખબરખાન (પોલીસ એન્કાઉન્ટરમાં મોત નિપજ્યું છે ), જયારે હજુ પણ (૧) મશુદઅલી સરવબઅલી સૈયદ (૨) વકીલ વોન્ટેડ છે.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
AI Tools Indexer
Our Visitor
0 1 3 8 2 8
Users Today : 1
Users Last 30 days : 442
Total Users : 13828