ઉચ્છલના માણેકપુર ગામમાં તસ્કરોએ એક ખેડૂતના ખેતરને નિશાન બનાવી લાખોની મત્તાની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. ખેતરમાં સિંચાઈ માટે ઉતારેલી સબમર્સિબલ મોટર, પાઈપો અને કેબલ વાયરની ચોરી થતા ખેડૂતે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી પ્રમાણે ઉચ્છલ તાલુકાના સુંદરપુર ગામે રહેતા અને ખેતીકામ કરતા 54 વર્ષીય પ્રવાસભાઈ માહદુભાઈ વળવીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, માણેકપુર ગામની સીમમાં સર્વે નંબર-47 વાળી તેમની પૈતૃક જમીન આવેલી છે. આ ખેતરમાં તેમણે શેરડીના પાકનું વાવેતર કરેલું છે. ગત તારીખ 26 માર્ચના રોજ કોઈ અજાણ્યા તસ્કરોએ ખેતરમાં પ્રવેશ કર્યો હતો.તસ્કરોએ બોરવેલમાં 210 ફૂટ નીચે ઉતારેલી લુબી કંપનીની 5 HPની સબમર્સિબલ મોટર અંદાજિત કિંમત રૂ.15 હજાર,20 નંગ પી.વી.સી. પાઈપ કિંમત રૂ.15 હજાર અને 210 ફૂટ લાંબો કેબલ વાયર કિંમત રૂ.10 હજાર ના વાયર કાપીને તેની ચોરી કરી નાસી છૂટ્યા હતા.ખેડૂત જ્યારે સવારે ખેતરે પાણી વાળવા ગયા ત્યારે મોટર ચાલુ ન થતા તપાસ કરતા સમગ્ર ચોરીનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. હાલમાં ઉચ્છલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




Users Today : 5
Users Last 30 days : 412
Total Users : 13739