Explore

Search

March 31, 2026 9:10 PM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

સોનગઢના દોણ ગામ પાસે બે બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત: એક મહિલાનું મોત, 13 વર્ષીય બાળકી સહિત બે ઇજાગ્રસ્ત

સોનગઢ તાલુકાના દોણ ગામની સીમમાં શુક્રવારની રાત્રીએ બે મોટરસાયકલ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ દુર્ઘટનામાં ૧૩ વર્ષીય બાળકીને પગે ફેક્ચર તથા બાઇક ચાલકને પણ ઇજાઓ પહોંચી છે.

મળતી માહિતી મુજબ, મૂળ મહારાષ્ટ્રના નવાપુર તાલુકાના ખેખડા ગામના રહેવાસી અનિલભાઈ ગણપતભાઈ ગાવિત (ઉ.વ.49) ગત 27 માર્ચના રોજ પોતાની પત્ની જયાબેન અને કુંટુંબી ભાઈની 13 વર્ષીય દીકરી આરૂષી સાથે મેઢા ગામે લગ્ન પ્રસંગમાં ગયા હતા. રાત્રિના આશરે 11:15 વાગ્યે તેઓ પોતાની સ્પ્લેન્ડર બાઇક નંબર MH-39-AG-4996 પર પરત ફરી રહ્યા હતા.જ્યારે તેઓ સોનગઢથી ઓટા તરફ જતા રોડ પર દોણ ગામની સીમમાં ગરનાળા પાસે પહોંચ્યા, ત્યારે સામેથી પૂરઝડપે આવતી અન્ય એક સ્પ્લેન્ડર બાઇક નંબર GJ-26-AL-4692 ના ચાલકે ગફલતભરી રીતે હંકારી અનિલભાઈની બાઇકને જોરદાર ટક્કર મારી હતી.

અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇક પર સવાર ત્રણેય વ્યક્તિઓ રોડ પર ફંગોળાઈ ગયા હતા.અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા જયાબેનને તાત્કાલિક વ્યારા અને ત્યારબાદ વધુ સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે 13 વર્ષીય આરૂષીને ડાબા પગે ફેક્ચર થતા સોનગઢની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.આ મામલે અનિલભાઈ ગાવિતે સોનગઢ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા બાઇક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
AI Tools Indexer
Our Visitor
0 1 3 7 3 9
Users Today : 5
Users Last 30 days : 412
Total Users : 13739