Explore

Search

March 31, 2026 8:42 PM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

નિઝરના દેવાળા ગામે જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતો શખ્સ ઝડપાયો

નિઝરના દેવાળા ગામે જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા એક ઇસમને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. પોલીસને મળેલી ખાનગી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, તારીખ 30/03/2026 ના રોજ નિઝર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ રેડમાં નીકળ્યા હતા.

આ દરમિયાન બાતમી મળી હતી કે દેવાળા ગામના પ્લોટ ફળિયામાં એક વ્યક્તિ મુંબઈથી નીકળતા ‘કલ્યાણ બજાર’ના વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહ્યો છે. બાતમીવાળી જગ્યાએ પોલીસે રેડ કરતા જયસિંગભાઈ સાયસિંગભાઈ ઠાકરે (ઉંમર 55 વર્ષ) રહે,ગામ દેવાળા, પ્લોટ ફળિયું, તા. નિઝરના શર્ટના ખિસ્સામાંથી આંકડા લખેલી કાગળની સ્લીપ, એક બોલપેન અને રોકડા રૂપિયા મળી આવ્યા હતા.આરોપી મુંબઈના કલ્યાણ બજારના આંકડા પર જુગાર રમાડી પોતાનો અંગત આર્થિક ફાયદો મેળવતો હોવાનું જણાતા તેની વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
AI Tools Indexer
Our Visitor
0 1 3 7 3 9
Users Today : 5
Users Last 30 days : 412
Total Users : 13739