Explore

Search

August 14, 2026 12:35 AM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

Local News : નિઝરના અંત્રોલી ગામે વરલી મટકાનો જુગાર રમાડતો શખ્સ ઝડપાયો

નિઝરનાં અંત્રોલી ગામે જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા એક શખ્સને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યો છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે કરવામાં આવેલી આ રેડમાં રોકડ રકમ અને જુગાર સાહિત્ય કબજે કરવામાં આવ્યું છે.

નિઝર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ જ્યારે પ્રોહિબિશન અને જુગાર અંગેની તપાસમાં હતા, ત્યારે બાતમી મળી હતી કે અંત્રોલી ગામે એક શખ્સ જાહેરમાં ‘કલ્યાણ બજાર’ નામના વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડે છે. બાતમીવાળી જગ્યાએ રેડ કરતા અશ્વિનભાઈ કૃષ્ણભાઈ પાડવી (ઉં.વ. ૨૬, રહે. નિઝર) નામનો શખ્સ મળી આવ્યો હતો. પોલીસે આરોપી પાસેથી વરલી મટકાના આંકડા લખેલી સ્લીપ,લખવા માટેની બોલપેન તેમજ કુલ રૂપિયા ૩૩૦/- ની રોકડ રકમ જપ્ત કરી છે. આ મામલે પોલીસ કોન્સ્ટેબલ ઉમેશભાઈ રમેશભાઈએ ફરિયાદી બની આરોપી વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
Our Visitor
0 1 4 8 4 6
Users Today : 0
Users Last 30 days : 360
Total Users : 14846