Explore

Search

August 14, 2026 12:38 AM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

Local News : વાલોડમાં ટયુશનીયા શિક્ષકનું શરમજનક કૃત્ય : ભણવા આવતી સગીરા સાથે છેડતી અને શારીરિક અડપલાં કર્યા

વાલોડ તાલુકામાં શિક્ષણ જગતને લાંછન લગાડતી એક ઘટના સામે આવી છે. ખાનગી ટ્યુશન ક્લાસ ચલાવતા એક શિક્ષકે પોતાની પાસે ભણવા આવતી સગીરા સાથે છેડતી અને શારીરિક અડપલાં કર્યા હોવાની ફરિયાદ વાલોડ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, આરોપી અસ્વદ હૈદર શેખ વાલોડ તાલુકામાં પોતાના ઘરે જ ખાનગી ટ્યુશન ક્લાસ ચલાવે છે. ભોગ બનનાર સગીરા તેના ક્લાસમાં અભ્યાસ માટે જતી હતી. ગત તા. ૦૧/૦૭/૨૦૨૫ થી ૧૫/૦૨/૨૦૨૬ દરમિયાન અલગ-અલગ સમયે જ્યારે અન્ય વિદ્યાર્થીઓ ક્લાસ વર્કમાં વ્યસ્ત હોય, ત્યારે આરોપી સગીરાને અલગ રૂમમાં બોલાવી તેની છેડતી કરતો હતો. પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપીએ સગીરા સાથે શારીરિક અડપલાં કર્યા હતા અને બિભત્સ કૃત્ય આચર્યું હતું. આટલું જ નહીં, આરોપીએ સગીરાને ધમકાવી હતી કે, “જો તું આ વાત કોઈને કહીશ તો હું તને જાનથી મારી નાખીશ અને પોતે પણ મરી જઈશ.” આરોપી સગીરાનો પીછો કરી મોબાઈલ ફોન દ્વારા તેમજ રૂબરૂમાં સંપર્ક કરી જાતીય સતામણી પણ કરતો હતો. જોકે સગીરાના પરિવારે આ મામલે હિંમત દાખવી વાલોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ ગંભીર મામલે તા.૨૩મી નારોજ આરોપી અસ્વદ હૈદર શેખ સામે ગુનો દાખલ કર્યો છે.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
Our Visitor
0 1 4 8 4 6
Users Today : 0
Users Last 30 days : 360
Total Users : 14846