તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના કુંભીયા ગામે ખેડૂત પરાગજીભાઈ ચૌધરીના ખેતરમાં આવેલા કૂવામાં અંદાજે 4 થી 5 વર્ષનો દીપડો પડી જવાની ઘટના સામે આવી હતી.
માહિતી મળતા વ્યારા વન વિભાગના આર.એફ.ઓ અનિરુદ્ધ સંઘાણીના માર્ગદર્શન હેઠળ અંતાપુર રેન્જના વનકર્મીઓ તેમજ સરીસૃપ સંરક્ષણ સોસાયટી સુરત ગુજરાત (RCSSG) તાપી બ્રાંચની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.ટીમ દ્વારા કૂવામાં પાંજરું ઉતારી દીપડાનું સફળ અને સહીસલામત રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. હાલ દીપડાને વ્યારા વન વિભાગની નર્સરી ખાતે રાખવામાં આવ્યો છે. વન વિભાગ દ્વારા જરૂરી તપાસ બાદ દીપડાને ઊંડાણના જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે.




Users Today : 1
Users Last 30 days : 1220
Total Users : 13230