Explore

Search

February 11, 2026 6:33 AM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

Latest News Tapi : સોનગઢમાં પશુઓની ગેરકાયદેસર હેરાફેરી કરતી 2 ટ્રકને પોલીસે કબજે લીધી, ૩૦ ભેંસને ઉગારી લેવાઈ

સોનગઢમાં પશુઓની ગેરકાયદેસર હેરાફેરીમાં જોતરાયેલી ૨ ટ્રકને પોલીસે કબજે લીધી હતી. આ સાથે જ ૩૦ ભેંસને ઉગારી લેવાઈ હતી. સોનગઢ પોલીસને મળેલ બાતમીને આધારે વોચ ગોઠવી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન ઇન્ડિયન પેટ્રોલિયમ પંપના કંપાઉન્ડની બાજુમાં આવેલી અવાવરુ જગ્યામાં શંકાસ્પદ હાલતમાં ૨ ટ્રક ઉભી જણાય હતી. પોલીસ તેની પાસે પહોંચતા જ બંને ટ્રકના ચાલકો અને ક્લીનરો નાસી છૂટયા હતા.

પોલીસે ટ્રક નંબર જીજે/૧૫/એટી/૫૮૯૦ અને ટ્રક નંબર જીજે/૩૧/ટી/૫૧૯૩માં પાછળના ભાગે તાડપત્રી ખોલીને તપાસ કરતા પ્રથમ ટ્રકમાંથી ૧૪ અને બીજી ટ્રકમાંથી ૧૬ મળી કુલ ૩૦ ભેંસ અત્યંત ટૂંકા દોરડા વડે ખીચોખીચ બાંધેલી હાલતમાં મળી આવી હતી. પશુઓ માટે ઘાસચારા કે પાણીની કોઈ વ્યવસ્થા નહોતી, વધુમાં પશુઓની હેરાફેરી માટે જરૂરી વેટરનરી ઓફ્સિરનું પ્રમાણપત્ર કે સક્ષમ અધિકારીની મંજૂરી પણ લેવામાં આવી ન હતી. આથી પોલીસે ઘટના સ્થળેથી ૨૦ લાખની કિંમતની બે ટ્રક અને અંદાજે ૭.૫૦ લાખની કિંમતની ૩૦ ભેંસો મળી કુલ ૨૭,૫૦,૦૦૦/- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે સોનગઢ પોલીસે નાસી છૂટેલા અજાણ્યા ટ્રક ચાલકો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
AI Tools Indexer
Our Visitor
0 1 3 0 8 2
Users Today : 3
Users Last 30 days : 1158
Total Users : 13082