તાપી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીએ સંગઠન પુનર્રચનાના પગલા તરીકે બુધવાર નારોજ મહત્વની જાહેરાત કરી છે. જિલ્લા સ્તરે ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી સહિત વિવિધ જવાબદાર હોદ્દાઓ પર નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે, જેને પગલે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે.
ભાજપના જિલ્લા સંગઠનને વધુ સક્રિય, શિસ્તબદ્ધ અને જનસંપર્કમાં મજબૂત બનાવવા માટે આ નિમણૂકો કરવામાં આવી હોવાનું જણાવાયું છે.અનુભવી કાર્યકર્તાઓ સાથે યુવા નેતૃત્વને પણ મહત્વ આપીને સંગઠનમાં નવી ઉર્જા ભરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
પાર્ટીના જિલ્લા નેતાઓએ નવી ટીમને સંગઠન કાર્યમાં સંપૂર્ણ જવાબદારી સાથે કામ કરવા સૂચના આપી છે.આવનારા સમયમાં સરકારની યોજનાઓ જનતા સુધી પહોંચાડવા અને સંગઠનને પાયો સુધી મજબૂત બનાવવા નવી નિમણૂક પામેલી ટીમ મહત્વની ભૂમિકા ભજવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.
નિમણૂકો જાહેર થતા જ જિલ્લા ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સાહ છવાયો હતો અને અનેક કાર્યકર્તાઓએ નવા હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી.




Users Today : 16
Users Last 30 days : 1356
Total Users : 12910