Explore

Search

February 5, 2026 6:24 AM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

Tapi News : તાપી જિલ્લા પત્રકાર સેવા સંઘની મહત્વની બેઠક યોજાઇ, પૂર્વ પ્રમુખને વિદાય અને નવા પ્રમુખ–મહામંત્રીની વરણી

તાપી જિલ્લા પત્રકાર સેવા સંઘની એક મહત્વપૂર્ણ બેઠક વ્યારા શહેરના તાડકુવા વિસ્તારમાં આવેલ વન ચેતના કેન્દ્ર ખાતે યોજાઇ હતી. તા.૨૭મી મંગળવાર નારોજ યોજાયેલ આ બેઠકમાં સંઘના પૂર્વ પ્રમુખ નીરવભાઈ કંસારાને ભાવસભર વિદાય આપવામાં આવી હતી તેમજ સંઘના નવા પ્રમુખ અને મહામંત્રીની વરણી કરવામાં આવી હતી.

બેઠકની શરૂઆતમાં પૂર્વ પ્રમુખ નીરવભાઈ કંસારા દ્વારા તેમના કાર્યકાળ દરમિયાન સંઘને મળેલા સહકાર અને સભ્યોના વિશ્વાસ માટે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સંઘના તમામ સભ્યો દ્વારા પૂર્વ પ્રમુખના કાર્યની પ્રશંસા કરી તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ બેઠકમાં સર્વસંમતિથી મહેશભાઈ પ્રજાપતિને તાપી જિલ્લા પત્રકાર સેવા સંઘના નવા પ્રમુખ તરીકે તથા અનુપભાઈ ભટ્ટને મહામંત્રી તરીકે વરણી કરવામાં આવી હતી. નવા નિમાયેલ પ્રમુખ અને મહામંત્રીએ સંઘની જવાબદારી સ્વીકારી સંઘના હિતમાં પારદર્શક અને સક્રિય કામગીરી કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

બેઠક દરમિયાન ભવિષ્યની કાર્યયોજનાઓ, પત્રકારોના પ્રશ્નો, સંઘની મજબૂતી અને પત્રકાર એકતાને વધુ સશક્ત બનાવવાના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ઉપસ્થિત સભ્યોને ઓફિશિયલ પાઉચ બેગ, ડાયરી, બેન અને કેલેન્ડર વિતરણ કરવામાં આવ્યું હતું. અંતે સંઘના વિકાસ માટે સહકારની અપીલ સાથે બેઠક પૂર્ણ કરવામાં આવી હતી.આ મહત્વપૂર્ણ બેઠકમાં સંઘના સ્થાપક પ્રમુખ , માજી પ્રમુખ , મંત્રી , ખજાનચી સહિત સભ્યગણ ઉપસ્થિત રહ્યો હતો.

 

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
AI Tools Indexer
Our Visitor
0 1 2 9 1 0
Users Today : 16
Users Last 30 days : 1356
Total Users : 12910