ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ, ગાંધીનગર તથા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, કલેક્ટર કચેરી તાપી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રીની કચેરીના સંયુક્ત ઉપક્રમે આયોજિત તાપી જિલ્લામાં તા. ૨૭ જાન્યુઆરીથી તા.૩૧ જાન્યુઆરી ૨૦૨૬ આમ પાંચ દિવસ દરમિયાન સરકારી પ્રાથમિક શાળાઓમાં ગુજરાત શાળા સલામતી સપ્તાહ-૨૦૨૬ની ઉજવણી કરવામાં આવી હતી. શાળા સલામતીના ભાગરૂપે કલેક્ટરશ્રી ડૉ. વિપિન ગર્ગના માર્ગદર્શન મુજબ જિલ્લાનાં સોનગઢ તથા વ્યારા નગરપાલિકા ફાયર વિભાગ દ્વારા કુલ ૧૦ શાળાઓમાં આગ જેવી દુર્ઘટના સમયે શું કરવું તે અંગે રેસ્ક્યુ વાન અને અગ્નિશામક સાધનો દ્વારા જીવંત ડેમોસ્ટ્રેશન કરીને બાળકો, વાલીઓ તથા શિક્ષકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
Latest News
Latest News Tapi : જિલ્લામાં શાળા સલામતી સપ્તાહ-૨૦૨૬ અંતર્ગત ફાયર વિભાગ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા




Users Today : 4
Users Last 30 days : 258
Total Users : 14056