તાપી જિલ્લાના ઇન્ચાર્જ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એસ.કે.મોવલીયાએ તાપી-વ્યારા સોનગઢ, ઉકાઈ, શેરૂલ્લા રોડ ઉપર તાપી નદી ઉપર આવેલા હિંદુસ્તાન બ્રિજ ઉપરથી ૪૦ ટનથી વધુ વજનવાળા ભારે વાહનોને અવર-જવર પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ પ્રસિદ્ધ કર્યુ છે.
જાહેરનામા મુજબ, સોનગઢથી માંડવી જવા માટે સોનગઢથી ઇન્દુ (વ્યારા) એન.એચ. ૫૩ તથા ઇન્દુથી માંડવી (ઉંચામાળા, બેડકુવા, રતનીયા, તરસાડા) ના વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે. આ જાહેરનામાની અમલવારી ૧૬ માર્ચ ૨૦૨૬ સુધી અમલમાં રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.




Users Today : 16
Users Last 30 days : 1356
Total Users : 12910