સોનગઢ તાલુકાના રૂપવાડા ગામે લાકડાચોરીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ગ્રામજનો અનુસાર ગામની ગૌચરની જમીનમાંથી ખેરના લગભગ ૧૬ જેટલા કિંમતી વૃક્ષો રાતોરાત કાપી લઈ જવાયા છે.
ઘટના માત્ર લાકડાચોરી સુધી મર્યાદિત નથી, પરંતુ ગૌચર જમીન, પર્યાવરણ અને ગ્રામ હિત સાથે સીધી રીતે જોડાયેલું ગંભીર પ્રશ્નચિન્હ ઉભું કરે છે.ગામની ગૌચર જમીન પશુઓ માટે જીવનદાતા સમાન છે. અહીંના વૃક્ષો માટીનો ધરાશય રોકે છે, છાંયો આપે છે અને પર્યાવરણનું સંતુલન જાળવે છે. ખેર જેવી કઠીન અને મૂલ્યવાન જાતિના વૃક્ષો ગેરકાયદેસર રીતે કપાતા હોવું એ એક મોટું માફિયા નેટવર્ક હોવાની શક્યતા દર્શાવે છે.
સ્થાનિકોના કહેવા મુજબ આ વિસ્તારમાં અગાઉ પણ ઝાડચોરીની છૂટછાટ જોવા મળી હતી, પરંતુ પ્રકૃતિને ચીરતા આવા મોટા કાપાણ છતાં પણ સંબંધિત તંત્ર સમયસર પગલા લેતું નથી. રાત્રિના અંધકારમાં પાવર ચેઇન–સો વડે વૃક્ષો કાપવામાં આવ્યા હોવાની શંકા છે. તંત્રની પેટ્રોલિંગ, દેખરેખ અને સુરક્ષા મિકાનિઝમ પર સવાલ ઊભો થાય છે.આ ઘટના વનવિભાગ અને ગ્રામ પંચાયત બંને માટે હલનચલન કરતી ચેતવણી છે.
રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ વધારવું : અપરાધીઓને ઝડપી લેવા સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન આવી કાર્યવાહી તાત્કાલિક જરૂરી છે.
ગ્રામજનોમાં ભારે નારાજગી : ગામના લોકોનું કહેવું છે કે જો આ રીતે વૃક્ષો કપાતાં રહેશે તો ગૌચરમાં છાંયો, ચારો અને કુદરતી સંતુલન બગડી જશે. પશુપાલકોને આવનારા સમયમાં તકલીફનો સામનો કરવો પડે છે.
દોષિતો સામે કડક કેસ દાખલ કરવો જરૂરી : વૃક્ષકાપણું માત્ર નાની ચોરી નથી — આ પર્યાવરણનો નાશ છે, ગામની સમૃદ્ધિ પર ચોટ છે. દોષિતોને IPC અને વન અધિનિયમ હેઠળ કડક સજા થાય જેથી આવી હિંમત કોઈ ન કરે.




Users Today : 16
Users Last 30 days : 1356
Total Users : 12910