સોનગઢ પોલીસ સ્ટેશનના પી.આઈ. શ્રી એન.એસ.ચૌહાણ સ્ટાફ સાથે મલંગદેવ આઉટ પોસ્ટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું છે. રાસમાટી ગામ પાસે ગભરાયેલી હાલતમાં રડતા એક ૨૨ વર્ષીય યુવકને શોધી કાઢી, તેના પરિવારનો સંપર્ક કરી સુરક્ષિત મિલન કરાવ્યું હતું.
પોલીસ પાસેથી મળતી વિગત મુજબ, તાપી જિલ્લામાં સોનગઢ તાલુકાના મલંગદેવ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસ સ્ટાફને એક યુવક અત્યંત ગભરાયેલી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસ કર્મચારીઓએ સંવેદનશીલતા દાખવી યુવકને પાણી-ભોજન કરાવી પૂછપરછ કરી હતી. જેમાં યુવકે પોતાનું નામ પપ્પુ કે વિજયકુમાર રાજપૂત (ઉ.વ.૨૨, રહે. બિહાર) હોવાનું જણાવ્યું હતું. યુવક મુંબઈથી વતન જવા નીકળ્યો હતો, પરંતુ અક્ષરજ્ઞાન ન હોવાથી ભૂલથી ખોટી ટ્રેનમાં બેસી સોનગઢ આવી ચઢ્યો હતો.યુવક પાસે પરિવારના મોબાઈલ નંબરની કોઈ વિગત ન હતી. આ મુશ્કેલ સ્થિતિમાં પોલીસ કર્મીઓએ હ્યુમન સોર્સ તેમજ ટેક્નિકલ એનાલિસિસની મદદ લઈ બિહાર ખાતે તેના પિતાનો સંપર્ક સાધ્યો હતો. પુત્રના સમાચાર મળતા જ પરિવારમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. તમામ કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ યુવકને તેના પિતાને સોંપવામાં આવ્યો હતો.




Users Today : 17
Users Last 30 days : 769
Total Users : 11237