સુશાસન દિવસ ૨૫ ડિસેમ્બર ૨૦૨૫ ની ઉજવણીના ભાગરૂપે ડોલવણ તાલુકાના કલકવા (વિશ્વનાથ મહાદેવ મંદિર) ગામે કેળકુઈ ગામના પ્રખ્યાત લોકગાયક ઉલ્લાસચંદ્ર જી.ચૌધરી અને સાથી કલાકારોએ લોકડાયરાની રમઝટ બોલાવી હતી.
તાપી જિલ્લામાં ૧૯ થી ૨૪ ડિસેમ્બર દરમિયાન વિવિધ દિવસોની ઉજવણી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી. જેમાં વિવિધ વિભાગો દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય,મહેસુલી સુધારા,લખપતિ દીદી (મહિલા સશક્તિકરણ) સ્ટાર્ટઅપ ઈનોવેશન, ખેડૂતોને દિવસે વિજળીની ઉપલબ્ધતા,મુખ્યમંત્રી અલ્પાહાર યોજના વિષયક કાર્યક્રમો યોજાયા હતા. સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લા માહિતી કચેરી,વ્યારા દ્વારા ભવ્ય લોકડાયરો યોજાયો હતો. સુશાસન દિવસ અંતર્ગત ‘અટલ નેતૃત્વ અવિરત વિકાસ” થીમ આધારિત લોકડાયરામાં સરકારશ્રીની યોજનાકીય સાહિત્ય વિતરણ કરાયું હતું. શિવરંજની ગૃપના સાથી ગાયક કલાકાર શંકરભાઈ ચૌધરી,કી બોર્ડ વિપુલભાઈ ચૌધરી,તબલાવાદક નૈતિક ગામીત સહિત તમામ કલાકારોએ ગીત-સંગીત-હાસ્યરસ રજુ કરી દર્શકોને ડોલાવ્યા હતા.




Users Today : 17
Users Last 30 days : 769
Total Users : 11237