સોનગઢ તાલુકા પંચાયત કચેરીમાં ફરજ દરમિયાન બઢતી મેળવવા માટે ખોટું તથા બનાવટી CCC પ્રમાણપત્ર રજૂ કરવાના મામલે કુકરમુંડા તાલુકા પંચાયત ખાતે ફરજ બજાવતા તલાટી કમ મંત્રી ચીમન વાલસીંગ ભાભોર સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.
મળતી વિગતો પ્રમાણે સોનગઢ તાલુકા પંચાયતના મદદનીશ તાલુકા વિકાસ અધિકારી નવનાથભાઈ સુકલાલભાઇ પટેલ દ્વારા આપવામાં આવેલી ફરિયાદ મુજબ, ચીમન ભાભોરે સોનગઢ તાલુકા પંચાયત ખાતે ફરજ દરમિયાન CCC પરીક્ષા પાસ કરી હોવાનું ખોટું પ્રમાણપત્ર રજૂ કરી બઢતીનો લાભ લીધો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
ગુજરાત ગુજરાત કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ, ગાંધીનગર દ્વારા કરાયેલ ચકાસણીમાં સંબંધિત CCC પ્રમાણપત્ર ખોટું અને બનાવટી હોવાનું સ્પષ્ટ થતા આ બાબતે તાપી જિલ્લા વિકાસ અધિકારી-વ્યારા તથા તાલુકા વિકાસ અધિકારી, સોનગઢ દ્વારા લેખિત હુકમ આપી ફરિયાદ નોંધાવાની અધિકૃતિ આપવામાં આવી હતી. સરકારી કર્મચારી હોવા છતાં ખોટું પ્રમાણપત્ર બનાવી તેનો ઉપયોગ કરી સરકાર સાથે ઠગાઈ કર્યાનો ગુનો બનતો હોવાથી આરોપી તથા તપાસ દરમ્યાન અન્ય દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી કરવા ફરિયાદ કરવામાં આવતા સોનગઢ પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




Users Today : 17
Users Last 30 days : 769
Total Users : 11237