કુકરમુંડા તાલુકાના ફુલવાડી ગામે આશ્રમ શાળાની સામે સ્ટેટ હાઇવે ઉપર અજાણ્યા ચાર ઈસમો એક્સયુવી ગાડીમાં આવીને સ્કોડા ગાડીની સામે આવીને અટકાવી હતી. કારમાં સવાર શ્રાવણભાઈ પ્રકાશભાઈ શીરસાટ તથા તેમના મિત્ર રાકેશભાઈ ને અજાણ્યાઓએ પોલીસ હોવાનું જણાવી ગાડીમાંથી નીચે ઉતરવાનું જણાવ્યું હતું, ત્યારબાદ કારની ચાવી માંગતા જે ન આપતા છરો બતાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી ચાવી લઈ લીધી હતી અને કારને લૂંટી ગયા હતા. આ મામલે પોલીસે ત્રણ લૂંટારુંને દબોચી લઇ રૂ.૧૧.૦૬ લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. લુંટ કેસમાં પકડાયેલા આરીપીઓને ગઈ તા.૧૪મી રોજ કોર્ટમાં રજુ કરવામાં આવતા પાંચ દિવસના રિમાન્ડ મંજુર કરાયા હતા. એટલે કે તા.૧૯મી ડીસેમ્બર સુધીના રિમાન્ડ.વિગતો અનુસાર કુકરમુંડાના ફુલવાડી પાસેથી કરિયાણાનો જથ્થો ભરેલી કારને અટકાવી છરો બતાવી અજાણ્યા ઈસમો કારને લૂંટી ગયા હતા.અજાણ્યા કરિયાણાનો જથ્થા બંધ માલ રૂ.૭૬૦૦૦ તથા કાર મળી રૂ.૫,૭૬,૦૦૦ની લુંટ કરી તા.૧૩-૧૨-૨૫ ના રોજ ફરાર થઈ ગયા હતા.
લૂંટની ફરિયાદના આધારે પોલીસે તુરંત તપાસ હાથ ધરી લુંટારુંઓને ગણતરીના કલાકોમાં ઝડપી લીધા હતા. લુંટના ગુનામાં રેહાનશેખ યુસુફશેખ (રહે.દેવીકા મહોલ્લા, દાનિષપાર્ક ઘર નં.૧૩૭ગલી નં.૩ હિદાયલ કુલ્લા મસ્જીદની પાસે માલેગાંવ, તા.માલેગાંવ,જી.નાસિક-મહારાષ્ટ્ર), મોહમ્મદ નિઝમુદ્દીન અબ્દુલ અજીજ મોમીન (રહે.દેવીકા મોહલ્લા દાનિષપાર્ક ઘર નં. ૧૩૭ ગલી નં.૦૩ હિદાયલ કુલ્લા મસ્જીદની પાસે માલેગાંવ, તા.માલેગાંવ) તથા શેખ જલીલ શેખ ઉસ્માન શેખ (રહે.ગલી નં.૦૧, ઘર નં.૧૮ બિસમિલ્લાહ ચૌક આઈશાનગરની પાસે માલેગાંવ, તા.માલેગાંવ)ને ઝડપી પાડ્યા હતા. લુંટારુંઓ પાસેથી કરિયાણાનો જથ્થો, સ્કોડા ગાડી તથા એકસયુવી ગાડી તથા ત્રણ મોબાઈલ રૂ.૩૦ હજાર મળી કુલ રૂ.૧૧,૦૬,૦૦૦/-નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.




Users Today : 17
Users Last 30 days : 769
Total Users : 11237