તાપી : તાપી જિલ્લામાં મતદાર યાદી સુધારણા SIR અભિયાનમાં મળેલી સફળતાએ આગામી ચૂંટણી પ્રક્રિયા માટે તાપી જિલ્લાના પ્રયાસોને વધુ મજબૂત બનાવ્યા છે. તાપી જિલ્લા કલેક્ટર ડો. વિપીન ગર્ગ અને નાયબ ચૂંટણી અધિકારી ડી.વી. મદાતના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ બીએલઓએ ચૂંટણીના વોટર લિસ્ટનું સચોટ ડિજિટાઈઝેશન અને મેપિંગ કાર્ય પુર્ણ કર્યુ છે.
વિગતવાર આંકડાકીય વિશ્લેષણ મુજબ, તાપી જિલ્લામાં કુલ ૫,૧૫,૩૯૬ લાખ મતદારોને સો ટકા એન્યુમરેશન ફોર્મનું વિતરણ થઈ ચૂક્યું છે અને તમામ ફોર્મ બીએલઓ એપ મારફતે ૧૦૦ ટકા ડિજિટાઇઝ કરવામાં આવ્યાં છે. જિલ્લામાં ૧૫૮૩૫ મતદારોનું અવસાન પામ્યા છે. ૬૯૭૯ મતદારો ગેરહાજર, ૧૫૮૧૨ કાયમી ધોરણે શિફ્ટ, ૧૪૨૩ મતદારોના નામ ડુપ્લીકેટ તથા ૫૪૬ મતદારો પોતાના એન્યુમરેશન ફોર્મ બીએલઓને સુપરત કરેલ નથી. તાપી જિલ્લાના મતદારોએ સ્વયંભુ ‘સર’ પ્રક્રિયામાં માહિતી આપી મતદાન પ્રક્રિયામાં પોતાને સામેલ કર્યા છે. આ કામગીરીમાં નાગરિકોનો સ્વયંસેવક તરીકે મળેલ સહકાર અભૂતપૂર્વ છે.




Users Today : 23
Users Last 30 days : 775
Total Users : 11243