તાપી : વ્યારા તાલુકાના બેડકુવાદૂર ગામના ઘાણી ફળીયાના રહીશ ઉમેદભાઈ બાબલાભાઈ ગામીત (ઉં.વ.૫૦ મુળ રહે.મોરીઠાગામ હોળી ફળીયું,તા.માંડવી) વાલીયા ખાતે SRPમાં ASI તરીકે ફરજ બજાવતા હતા અને હાલ જેઓ લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે કેમ્પમાં હતા. તે દરમિયાન તા.૩-૧૨-૨૫ ના રોજ સીક મેમો લઈ સુરત શહેર સમર્પણ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ સુરત-નવસારી ખાતે તા.પ સુધી સારવારમાં હતા, ત્યારબાદ પોતાના ઘરે બેડકુવાદુર ગામે આવ્યા હતા. જેઓને શ્વાસોશ્વાસની તકલીફ થતા ૧૦૮ દ્વારા વ્યારા જનરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવતા ફરજ પરના તબિબે જેઓને મૃત જાહેર કર્યા હતા. ઘટના અંગે કાકરાપાર પોલીસ મથકે કબીરભાઈ ઉમેદભાઈ ગામીતે જાણ કરી હતી.
Latest News




Users Today : 23
Users Last 30 days : 775
Total Users : 11243