તાપી : સોનગઢ જરાલી ગ્રામ પંચાયતના કમ્પાઉન્ડમાંથી આધેડનો મૃતદેહ મળ્યો હતો. આ શખ્સ ઘેરથી નીકળ્યા બાદ અઠવાડિયાથી ગુમ હતો. મળતી માહિતી મુજબ સોનગઢના ઝરાલી ગામના બંગલી ફળિયુમાં રહેતા ૫૩ વર્ષના ગોમાભાઈ ચામડીયાભાઈ કોટવાડિયા ગત તારીખ ૪-૧૨-૨૦૨૫ના રોજ ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયા હતા. તેઓ ગુમ હતા. તેમનો મૃતદેહ તા.૧૧મીની સવારે ઝરાલી ગ્રામ પંચાયતના કમ્પાઉન્ડમાં જોવા મળતા ઝરાલી ગામના યાકુબ ભાઈ કોટવાળીયાએ સોનગઢ પોલીસ મથકે જાણ કરી હતી. આ મામલે પોલીસ દ્વારા નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Latest News




Users Today : 23
Users Last 30 days : 775
Total Users : 11243