Explore

Search

December 27, 2025 7:09 PM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

Latest News Tapi: કુકરમુંડા ગામે ગ્રામ પંચાયત હસ્તકની સરકારી જમીન ઉપર કબજો : દિન-૧૫મા દબાણ દૂર કરો

તાપી : કુકરમુંડાના ફૂલવાડી ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ કુકરમુંડા ગામે ગ્રામ પંચાયત હસ્તકની અને હાટબજાર તેમજ શોપિંગ સેન્ટર માટે અનામત રાખવામાં આવેલી સરકારી જમીન ઉપર કેટલાક ઈસમોએ ગેરકાયદે કબજો જમાવ્યો હોય આ દબાણ દૂર કરવાનો હુકમ પુન:વસવાટ-વ-ખાસ જમીન સંપાદન અધિકારી તથા ઇન્ચાર્જ આસિ. કલેક્ટર દ્વારા કરવામાં આવ્યો છે. મળતી વિગતો પ્રમાણે કુકરમુંડા ખાતે ગ્રામ પંચાયત ફૂલવાડીની હાટબજાર તેમજ શોપિંગ સેન્ટર માટે અનામત રાખેલી જમીનમાં કેટલાક વહીવટકર્તાઓ તેમજ અન્ય ઇસમો દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું છે.

શોપિંગ સેન્ટરની જમીનમાં કરિયાણાની દુકાનો, વિવિધ કોમર્શિયલ ઉપયોગ હેતુ જમીન પર અનધિકૃત કબજો કરેલ હોવાનું જણાતા જે અંગે ઇ.ચા.નાયબ કલેક્ટર અને પુન:વસવાટ-વ-ખાસ જમીન સંપાદન અધિકારી ઉકાઈ યોજના એકમ-૨ દ્વારા દબાણકારોને દિન-૧૫મા દબાણ દૂર કરવા જણાવ્યું હતું, જ્યારે મામલતદાર કચેરીએ દબાણકર્તાઓને જમીનને લગતા પુરાવાઓ દિન-૩માં કચેરી ખાતે રજૂ કરવા તેમજ પુરાવા રજૂ ન થાય તો જમીન ઉપર દબાણ કર્યુ હોવાનું માની આગળની કાર્યવાહી કરવા અંગેની નોટિસ આપવામાં આવી છે.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
Market Mystique
Our Visitor
0 1 1 2 4 3
Users Today : 23
Users Last 30 days : 775
Total Users : 11243