તાપી : સોનગઢ-ઉકાઈના સીંગપુર ગામના ખેડૂતના નામે લોન મેળવી નાણાં ઉસેટી લેનાર કૌટુંબિક ભાઈ તથા એજન્ટ સામે થયેલી પોલીસ ફરિયાદના આધારે વ્યારા પોલીસે બંને આરોપીની અટક કરી નામદાર કોર્ટમાં રજૂ કરતા બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.
મળતી વિગતો અનુસાર સોનગઢ-ઉકાઈના સીંગપુર ગામના રહીશ દિલીપભાઈ ભાણાભાઈ ગામીતે વ્યારા પોલીસ મથકે ફરિયાદ કરતા જણાવ્યું હતું કે, પોતાના કૌટુંબિક ભાઈ રાજેશભાઈ ગામીત તથા એજન્ટ તરીકે કામ કરતા સંદીપ કોંકણીએ વ્યારાની કેનેરા બેંકમાંથી ખેડૂતના નામે રૂ.૬.૮૭ લાખની લોન મંજૂર કરાવી હતી, જે લોનના નાણાં દિલીપભાઈને ન આપી માત્ર રૂ.૫૦,૦૦૦/-જેટલી રકમ આપવામાં આવી હતી, જયારે બાકીના નાણાં બંને આરોપીઓ આપેલ ન હોય. જેઓએ ગુનાહિત વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી ગુનો કર્યાની ફરિયાદ પોલીસ મથકે કરતા પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા. આ મામલે કોર્ટ દ્વારા ૨ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.




Users Today : 23
Users Last 30 days : 775
Total Users : 11243