વાલોડ તાલુકાના કલમકુઈ ગામના દાદરી ફળિયામાં 10 દિવસ પહેલા દીપડાએ કૂતરા-મરઘાંનો શિકાર કર્યો હતો. જેને લઈને ગામના સરપંચે દીપડાને પકડવા માટે પાંજરું મુકવા બાબત મહુવા ફોરેસ્ટ વિભાગને જાણ કરતા પાંજરું મુકવામાં આવ્યું હતું.
મળતી વિગતો પ્રમાણે તા.૦૮ ડિસેમ્બર સોમવારે સવારે 6 કલાકે સહદેવભાઈ ચૌધરી ના ઘર નજીક એક દીપડી પાંજરે પુરાઈ હોવાની માહિતી વાલોડ વનવિભાગના કર્મચારી સંદીપ ચૌધરી ને જાણ કરવામાં આવતા તાત્કાલિક કલમકુઈ-વાલોડ વનવિભાગ અને RCSSG મેમ્બર ઇમરાન વૈદ સ્થળ પર પહોંચ્યા હતા. પાંજરે પુરાયેલ આ દીપડી અંદાજિત 5 થી 6 વર્ષ ની અને વેટરનરી ડોક્ટર પાસે ચેકઅપ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.




Users Today : 23
Users Last 30 days : 775
Total Users : 11243