ઉચ્છલના સાકરદા ગામની સીમમાંથી પસાર થતો નેશનલ હાઇવે માર્ગ અકસ્માત સર્જાયો છે, એક બેકાબુ ટેન્કર હાઇવેની વચ્ચે ડીવાઈડર ઉપર ચઢ્યું હતું અને સી.સી.ટી.વી.કેમેરાના ઉભા થાંભલા સાથે અથડાયું હતું, આ અકસ્માતના બનાવમાં ટેન્કર ચાલકનું મોત નિપજ્યું છે.
મળતી વિગતો પ્રમાણે ઉચ્છલના સાકરદા ગામની સીમમાંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર-૫૩ ઉપર તા.૦૫મી ડીસેમ્બર નારોજ સાંજે એક ટાટા કંપનીનુ ટેન્કરનો ચાલક પોતાના કબ્જાનુ ટેન્કર પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી હાઈવે રોડના બન્ને લેનની વચ્ચે આવેલ ડીવાઈડર ઉપર ચડાવી દીધું હતું સાથે જ ડીવાઈડર ઉપર આવેલ સી.સી.ટી.વી. કેમેરાના ઉભા થાંભલા સાથે ટેન્કર અથડાવી અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતના બનાવમાં ટેન્કર ચાલક (અર્જુનસિંહ રામસિંહ રહે,છપર તા.આસ્ટા જી.સીહોર મધ્યપ્રદેશ)નું મોત નિપજ્યું હતું.બનાવ અંગે પોલીસ કોન્સટેબલ પંકજભાઈ ગામીતની ફરિયાદના આધારે ઉચ્છલ પોલીસ મથકે બનાવ દાખલ થયો છે.




Users Today : 23
Users Last 30 days : 775
Total Users : 11243