સોનગઢમાં સોનગઢ-નવાપુર નેશનલ હાઇવે રોડ નંબર-૫૩ની બાજુમાં આવેલ દુર્ગાઆર્કેટ બીલ્ડીગ સામે તા.૦૧/૧૨/૨૦૨૫ના રોજ સાજના સવા સાતેક વાગ્યાના સમયે નારાયણ કાશિનાથ ચવ્હાણ (ઉ.વ.આશરે ૫૦)નો ચાલતા રોડ ક્રોસ કરી રહ્યો હતો. તે દરમિયાન એક ફોર વ્હીલ ગાડી સ્વીફ જેવી સફેદ કલરની જેના ચાલક ડ્રાયવરે તેની ગાડી પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી નારાયણ કાશિનાથ ચવ્હાણને ટક્કર મારી હતી.
આ અકસ્માતના બનાવમાં નારાયણ ચવ્હાણને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું.બનાવ અંગે અંકુશભાઇ નંદકીશોર અગ્રવાલ (રહે.સોનગઢ જુનાગામ મેઇનરોડ તા.સોનગઢ)ની ફરિયાદના આધારે સોનગઢ પોલીસે બનાવ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ફરિયાદ અનુસાર મૃતક નારાયણ કાશિનાથ ચવ્હાણ સોનગઢ વિસ્તારમા માગીને ખાતો હતો અને શિવાજીનગરમાં ફુટપાથ ઉપર એકલો સુઇ રહેતો પરંતુ તેનો છોકરો રમેશ નારાયણ ચવ્હાણ છે તે પુણે મહારાષ્ટ્ર ખાતે રહે છે.




Users Today : 23
Users Last 30 days : 775
Total Users : 11243