કુકરમુંડામાં ગામે ઘરમાં ચાર્જીંગમાં મુકેલ મોબાઈલ ફોનની ચોરી થઇ હોવાની ફરિયાદ નોંધાઈ છે. મળતી વિગતો પ્રમાણે કુકરમુંડા તાલુકાના મોદલા ગામના હનુમાન ફળીયામાં રહેતા ગુલાબસીંગ ગંગારામભાઈ વળવીએ પોલીસમાં ફરિયાદ આપતા જણાવ્યું હતું કે, સહ પરિવાર સાથે રહે છે, અને ખેતીકામ કરી ગુજરાન ચલાવુ છે,પત્નીનુ નામ માયાવતીબેન છે. જે ઘરકામ કરે છે.
સંતાનમાં સૌથી મોટો છોકરો છે.જે ધોરણ-૦૫માં અભ્યાસ કરે છે. જેના પછીનો છોકરો (ઉ.વ.૦૩) નો છે.ગઈ તા.૨૬/૧૧/૨૦૨૫ નારોજ સવારના આશરે છએક વાગ્યાના સમયે પત્ની માયાવતીબેન ખુલ્લા ઘરની અંદર રૂમમાં મોબાઈલ ફોન ચાર્જીંગ કરવા માટે મુકી નાવા-ધોવાની દૈનીક ક્રિયા કરતી હતી. તે દરમિયાન કોઈ અજાણ્યા ચોર ઇસમે રેડમી કંપનીનો મોડલ નંબર –A5 ગોલ્ડ કલરનો મોબાઇલ કિ.રૂ.૭૦૦૦/-નો મોબાઈલ ફોનની ચોરી કરી નાશી છુટ્યો હતો.બનાવ અંગે જે તે સમયે ગુલાબસીંગ ગંગારામભાઈ વળવીએ ઓન લાઇન ઇ-એફ.આઇ.આર.નોંધાવી હતી.ફરિયાદના આધારે કુકરમુંડા પોલીસમાં તા.૦૧/૧૨/૨૦૨૫ના રોજ અજાણ્યા ચોર ઇસમ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.




Users Today : 25
Users Last 30 days : 777
Total Users : 11245