તાપી જિલ્લા એલસીબી અને પેરોલ ફર્લો સ્કોર્ડના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન એ.એસ.આઈ.બીપીનભાઈ રમેશભાઈ અને હેડ કોન્સ્ટેબલ લેબજીભાઇ પરબતજી ને ખાનગી રાહે સંયુક્ત રીતે મળેલ પાકી બાતમીના આધારે સોનગઢના માંડલ ગામના ટોલનાકા પાસેથી ટેમ્પો નંબર જીજે/૨૩/એટી/૯૫૯૮ને અટકાવી તપાસ કરતા ટેમ્પોમાં પાછળના ભાગે એક સિલ્વર કલરનુ લોખંડ/પતરાનુ બોક્ષમાંથી ઇગ્લીશદારૂનો ભારે માત્રામાં જથ્થો મળી આવ્યો હતો.
આ મામલે એલસીબીએ ઇંગ્લીશ દારૂની બાટલી/ટીન નંગ-૨૦૪૯૬/-,કુલ કિંમત રૂ.૭૧,૬૮,૦૮૦/-/નો પ્રોહી. મુદ્દામાલ તથા એક નંગ મોબાઇલ કિ.રૂ.૫૦૦૦/- તથા રોકડા રૂપીયા ૮૦૦૦/- તથા આઇસર ટેમ્પામાં પ્રોહી જથ્થો મુકેલ તે લોખંડ/પતરાનુ લંબચોરસ બોક્ષ જેની કિ.રૂ.આશરે ૩,૦૦,000/- તથા બીલ્ટ્રી મળી કુલ્લે ૮૧,૮૧,૦૮૦/- નો મુદ્દામાલ સાથે ટેમ્પો ચાલક અજયકુમાર પતારામ થોરી (ઉ.વ.૨૧ રહે.જગરામ કી ધાણી ગામ-તા.નોખડા થાના.આર.જી.ટી.નગર જી.બાડમેર રાજસ્થાન)ની અટકાયત કરી હતી અને તેની વિરૂધ્ધમાં પ્રોહી કલમ-૬૫એઇ, ૮૧, ૮૩, ૯૮(૨), ૧૧૬(૨) મુજબ તથા ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૩૬(૩), ૩૪૦(૨) મુજબની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
પોલીસ સામે ટેમ્પો ચાલકનું નાટક : ટેમ્પામાં મુકેલ બોક્ષમાં કંઇ ભરેલ નથી તે વોટર ફુલીંગ મશીન છે તેમ જણાવી એક બીલ્ટ્રી અને ટેક્ષ ઇન્વોઇસની નકલ રજુ કરી હતી.જેમાં અમર ગુડસ ટ્રાંસપોર્ટ કું.ની બીલ્ટ્રી જેમા સામાનની વિગતમાં વોટર ફુલીંગ મશીન લખ્યું હતું અને નવાપુર મહારાષ્ટ્રથી રાજકોટ લઇ જવાઈ રહ્યું હતું.
તાપી પોલીસને પાકી બાતમી હતી : ટેમ્પો ચાલકની વધુ પુછપરછ કરતા આઇસર ટેમ્પામાં પાછળ સિલ્વર કલરનુ લોખંડ/પતરાનુ બોક્ષમા ઇગ્લીશ દારૂનો જથ્થો ભરેલ હોવાની કબુલાત કરી હતી.




Users Today : 23
Users Last 30 days : 775
Total Users : 11243