સોનગઢના સોનારપાડા ગામની સીમમાંથી પસાર થતો નેશનલ હાઇવે એચ.પી પેટ્રોલપંપ સામેનો “યુ-ટર્ન” જોખમી સાબિત થયો છે. અહીં મહિના-દહાડે અકસ્માતોના બનાવો સર્જાતા જ રહે છે, ફરી એકવાર અહી સર્જાયલો અકસ્માત જીવલેણ સાબિત થયો છે. એક ટ્રકના ચાલકે મોટર સાયકલને અડફેટે લેતા મોટર સાયકલ ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જયારે મોટર સાયકલ પાછળ બેસેલ મહિલાને શરીરે ગંભીર ઈજા પહોંચી હતી.
બનાવ અંગે મળતી વિગતો અનુસાર ઉચ્છલ તાલુકાના ભડભૂંજા ગામે રહેતા ૬૦ વર્ષીય રામદાસભાઇ રોગીયાબાજી ગામીતે ફરિયાદ આપતા જણાવ્યા હતું કે, તા.૦૩/૧૨/૨૦૨૫ નારોજ રામદાસભાઇ ગામીત ના પિતરાઈ ભાઈ યોગેશભાઈ છીંડીયાભાઈ ગામીત (ઉ.વ.૪૬) નાઓ તેમની પિતરાઈ બેન મથતાબેન વિજયભાઈ ગામીત (ઉ.વ.૬૫) નાઓ સાથે તેમની મોટર સાયકલ નંબર જીજે/૦૫/એનજે/૫૮૧૪ પર સોનગઢ તરફ જઈ હતા, તે દરમિયાન સોનારપાડા ગામની સીમમાંથી પસાર તથા સુરત-ધુલિયા નેશનલ હાઇવે નંબર-૫૩ ઉપર એચ.પી પેટ્રોલપંપ સામે આવેલ “યુ-ટર્ન” કટ પાસે ટ્રક નંબર આરજે/જીસી/૬૮૭૩ના ચાલકે પોતાના કળજાની ટ્રક પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી યોગેશભાઈ ગામીતનીને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો.આ અકસ્માતના બનાવમાં યોગેશભાઈ ગામીતને અને મોટર સાયકલ પાછળ બેસેલ મથતાબેન ગામીતને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જોકે સુરત કિરણ હોસ્પિટલમાં ચાલુ સારવાર દરમ્યાન યોગેશભાઈ ગામીતનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે રામદાસભાઇ રોગીયાબાજી ગામીતની ફરિયાદના આધારે સોનગઢ પોલીસે ટ્રક ચાલક સામે ગુન્હો નોંધી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરી છે.




Users Today : 23
Users Last 30 days : 775
Total Users : 11243