આંકો પર જુગાર રમાડતા બે જુદાજુદા બનાવમાં વાલોડ અને ડોલવણમાંથી ૩ જુગારીયાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વાલોડ સ્ટાફના માણસોએ તા.૩૦મી નવેમ્બર નારોજ બાતમીના આધારે બુટવાડા ગામની સીમમાં આવેલ એક ખેતરની બાજુમાંથી કલ્યાણ બજારના નીકળતા આંકો ઉપર આવતા જતા ઈસમો પાસે જુગારના આંકો પૈસા-વતી લખી લઇ જુગાર રમાડતો મહમદ હનીફ ગુલામ રસુલ શેખ રોયલ પાર્ક-વાલોડ નાને ઝડપી પાડી તેના કબજા માંથી જુગાર સાધનો સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
જયારે બીજા બનાવમાં તા.૨૯મી નવેમ્બર નારોજ ડોલવણ પોલીસ સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે ડોલવણના દાદરી ફળીયામાં આવેલ કવોરીની સામે મુંબઈથી નીકળતા વરલી મટકાના આંકો વડે પૈસા વતી હારજીતનો જુગાર રમી-રમાડતા (૧) આકાશકુમાર ગમેશભાઈ રાઠોડ રહે.સામરીચારી ફળિયું-વાલોડ (૨) સતીષભાઈ પ્રતાપભાઈ રાઠોડ રહે.સેડી ફળિયું-વાલોડ નાઓને ઝડપી પાડી તપાસ કરતા તેઓના કબજામાંથી વરલી મટકા જુગારના સાધનો-કાપલીઓ સહિત કુલ રૂ.૩ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ મંગેશભાઈ બાવાજીભાઈ પાડવીની ફરિયાદના આધારે પકડાયેલા બંને જુગારીયાઓ સામે ડોલવણ પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.




Users Today : 23
Users Last 30 days : 775
Total Users : 11243