વ્યારાના ખટાર ફળીયામાં રહેતો ૩૫ વર્ષીય ઇસમે પોતે ઘરના લાકડાના આડીયાને દોરી બાંધી ફાંસો બનાવી ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનો બનાવ વ્યારા પોલીસ મથકે નોંધાયો છે.
મળતી માહિતી પ્રમાણે વ્યારાના ખટાર ફળીયામાં રહેતો ભરતભાઇ જુલેશભાઇ ગામીત (ઉ.વ.૩૫) નાએ તા.૩૦/૧૧/૨૦૨૫ નાં કલાક ૧૫/૦૦ થી કલાક ૧૬/૩૦ દરમ્યાન હરકોઇ વખતે કોઇ અગમ્ય કારણસર જાતે પોતે ઘરના લાકડાના આડીયાને દોરી બાંધી ફાંસો બનાવી ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે પુજાબેન ગામીતની ફરિયાદના આધારે પોલીસે અકસ્માત મોત નંબર- ૪૪ /૨૦૨૫ BNSS કલમ ૧૯૪ મુજબ બનાવ દાખલ કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરી છે.




Users Today : 23
Users Last 30 days : 775
Total Users : 11243