Explore

Search

December 27, 2025 7:16 PM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

Latest News Tapi : પોલીસ હોવાનો રૂઆબ બતાવી ભેજાબાજએ રૂ.૧.૮૩ લાખથી વધુની રકમ ટ્રાન્સફર કરાવી લીધી

વ્યારાના ચાંપાવાડી ગામના કાકરાપાર પ્લાન્ટમાં કોન્ટ્રાક્ટ ઉપર નોકરી કરતા કર્મચારીને નાણાં ડબલ કરી આપવાની લાલચ આપી તથા પોલીસ હોવાનો રૂઆબ બતાવી ભેજાબાજએ રૂ.૧.૮૩ લાખથી વધુની રકમ ટ્રાન્સફર કરાવી લઇ સાયબર ફ્રોડ કર્યાની ફરિયાદ પોલીસ મથકે કરી છે. મળતી વિગતો અનુસાર અણુમથક કાકરાપાર પ્લાન્ટમાં કેન્ટીંગમાં કોન્ટ્રાક ઉપર સને ૨૦૧૦થી નોકરી કરતા કર્મચારી સુરેશભાઈ ગામીત ઉપર તા.૭-૧૧-૨૫ના રોજ કોલ આવ્યો હતો. સામેથી શખ્સે હું વિકાસ મોર્યા ઓલ્ડ કોઈનમાંથી બોલું છું. અમે પૈસા ત્રણ-ચાર માસમાં ડબલ કરી આપીએ છીએ, જેથી સુરેશે કહ્યું કે મારે પણ ઘર બનાવવાનું છે.

જેથી મારા પૈસા ડબલ થઈ જાય તો સારૂ જેથી સામેથી અજાણ્યાએ પૈસા નાખવા જણાવ્યું અને સ્કેનર મોકલ્યું હતું. પરંતુ યુવકે પૈસા ન મોકલતા બીજા દિવસે અજાણ્યાનો કોલ આવ્યો અને જણાવ્યું કે હું પોલીસમાં છું અને મે તમારા મોબાઈલ પર મારા ફોટા, આધારકાર્ડ, કેન્ટીંગ સ્માર્ટ કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ તથા બીજા ડોક્યુમેન્ટ મોકલ્યા છે, જેથી સુરેશને સાચે જ પોલીસવાળા હોવાનું જણાતા જેણે અજાણ્યાને રૂ.૭૫૦/-સ્કેનરમાં નાંખી દીધા હતા.ત્યારબાદ તા.૦૯-૧૧-૨૫ના રોજ ફરીથી રૂ.૧૨૬૦૦/- નાંખવા અજાણ્યાએ જણાવ્યું જે નાંખવા ના પાડતા જેઓએ કહ્યું કે તમે ઓલ્ડ કોઈન કંપનીમાં જોડાઇ ગયા છો, જેથી તમારે હું જણાવું તેટલા પૈસા નાંખવા પડશે નહિતર પોલીસ તથા આર્મી આવી ઉંચકી લઈ જશે, તમારું આખુ પરિવાર જેલમાં સડી જશે તેવી ધમકી આપતા હતા, તબક્કાવાર રૂ.૧,૮૩,૯૫૦/- ઓનલાઈન મોકલ્યા હતા. ત્યારબાદ પણ નાણાં માંગણી ચાલુ રહેતા અને ધમકી આપતા આખરે યુવકે તા.૧૫-૧૧-૨૫ ના રોજ સાયબલ ક્રાઈમ હેલ્પલાઈન ઉપર ફરિયાદ કરી હતી.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
Market Mystique
Our Visitor
0 1 1 2 4 3
Users Today : 23
Users Last 30 days : 775
Total Users : 11243