સોનગઢ-ઉકાઈ માર્ગ પર ગુજરાત એસ.ટી. બસ ચાલકે સામેથી એક મોપેડ ચાલકને મારેલી ટક્કરમાં મોપેડ ચાલકને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર આર્થે દાખલ કરવામાં આવ્યો હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાયો છે.
મળતી વિગતો અનુસાર સોનગઢ-ઉકાઈ માર્ગ પર ગઈ તા.૩૦/૧૦/૨૦૨૫ ના રોજ રામસિંગભાઈ રાજપુરોહિત (ઉ.વ.૬૦) નાઓ પોતાની માલિકીની લ્યુના એકસેલ મોપેડ નંબર જીજે/૨૬/ડી/૪૩૬૦ની લઈ સોનગઢ થી ઉકાઇ તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન ઉકાઈ તરફથી સોનગઢ તરફ સામેથી આવતી ગુજરાત એસ.ટી. બસ નંબર જીજે/૧૮/જેટી/૦૪૭૧ ના ચાલકે મોપેડને ટક્કર મારી હતી,આ અકસ્માતના બનાવમાં રામસિંગભાઈ રાજપુરોહિતને જમણા પગના ભાગે, તથા પીઠના જમણા ભાગે ફેક્ચર તથા બંન્ને હાથના ભાગે, તથા છાતીના ભાગે, તથા માથાના ભાગે, તથા પીઠના ભાગે, ઈજાઓ પહોંચી હતી.જેમને સુરત ખાતે યુનિક હોસ્પિટલ ખાતે અને ત્યારબાદ યુનિક હોસ્પિટલમા સારવાર લીધા બાદ તા.૩૧/૧૦/૨૦૨૫ ના રોજ વધુ સારવાર માટે આશુતોષ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બનાવ અંગે બાબુભાઈ રામસિંગભાઈ રાજપુરોહિત (રહે.૧૩૧,જલારામ વાડી, એકતાનગ૨, સોનગઢ) ની ફરિયાદના આધારે પોલીસે તા.૧૯મી ના રોજ બનાવ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.




Users Today : 23
Users Last 30 days : 775
Total Users : 11243