વ્યારાના બાલપુર ગામના વિસ્તારમાંથી એક આઈશર ટેમ્પોમાં ક્રુરતાપૂર્વક અને ખીચોખીચ ભરી લઇ જવાતા મુંગા પશુઓને બચાવી લેવામાં આવ્યા છે.જોકે આરોપીઓ ફરાર થઇ ગયા હતા.આ મામલે વ્યારા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર તા.૧૯મી નારોજ વ્યારા તાલુકાના બાલપુર ગામના વિસ્તારમાંથી એક આઈશર ટેમ્પો નંબર જજે/૨૬/યુ/૬૫૯૧ માં કુલ ભેસો નંગ ૧૬ તથા વગર પાસ પરમીટે તથા ખીચોખીચ ભરી ટુકી દોરીથી બાંધી તથા ઘાસચારા-પાણીની વ્યવસ્થા ન રાખી, તેમજ પ્રાથમિક સારવાર ના સાધનો ન રાખી અને કોઇ સત્તાધારી અધિકારીના પ્રમાણપત્ર વગર ભરી ગેરકાદેસર રીતે લઇ જવામાં આવી રહ્યા હતા. જોકે પોલીસને જાણ થતા મુંગા પશુઓને બચાવી લેવામાં આવ્યા છે. ટેમ્પો માંથી ૧૬ નંગ ભેંસોની કિ.રૂ.૩,૨૦,૦૦૦/- તથા આઇસર કંપનીનો ટેમ્પાની કિ.રૂ.૭૦,૦૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૧૦,૨૦,૦૦૦/- ના મુદ્દામાલ ક્બ્જે કરવામાં આવ્યો છે.બનાવ અંગે વ્યારા પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ આનંદભાઇ પરષોતભાઇ ગામીતની ફરિયાદના આધારે ગુન્હો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરાવમાં આવી છે.




Users Today : 23
Users Last 30 days : 775
Total Users : 11243