મહારાષ્ટ્રના નવાપુર તરફથી પલસાણા જઈ રહેલ મોટરસાઈકલ ચાલકે કાબુ ગુમાવી દેતા ડિવાઈડર સાથે મોટરસાયકલ અથડાઈ હતી. આ અકસ્માતના બનાવમાં એકનું મોત હતું જયારે એકને ગંભીર ઈજા પહોંચી હતી. મળતી વિગતો અનુસાર મહારાષ્ટ્રના નવાપુર તાલુકાના કોઠડા ગામના રહીશ અભિમન્યુ સુમુવેલ કોંકણી (ઉં.વ.૨૦) સુરત-ઉધના ખાતે મજુરી કામ કરતા હોય, તા.૧૨-૧૧-૨૫ ના રોજ જેઓ પલસાણા ખાતે રહેતા તેમના મિત્ર દયાવાન ધનરાજ જાદવ(ઉં.વ.૨૩) ની મોટરસાઈકલ નંબર જીજે/૧૯/બીપી/૫૫૯૬ ઉપર પલસાણા જવા નીકળ્યા હતા.
મિત્ર દયાવાન મોટરસાયકલ હંકારતા હતા તે દરમિયાન ધુલિયા-સુરત નેશનલ હાવિ નંબર ૫૬ ઉપર વ્યારાના ઇન્દુ ગામ પાસે મોટરસાયકલ ચાલકે અચાનક સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા મોટરસાયકલ રોડની સાઈટ ઉપરના ડિવાઈડર સાથે અથડાઈ હતી.અકસ્માતમાં મોટરસાયકલ ચાલક દયાવાનનું સ્થળ ઉપર મોત નિપજયું હતું જયારે અભિમન્યુ કોંકણીને ગંભીર ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે તા.૧૩મી નવેમ્બર નારોજ અભિમન્યુ સમુવેલ કોકણીની ફરિયાદના આધારે કાકરાપાર પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી.




Users Today : 23
Users Last 30 days : 775
Total Users : 11243