તાપી જિલ્લામાં પ્રેમ સંબંધનો એક કરુણ અને ચોંકાવનારો અંજામ સામે આવ્યો છે. વ્યારાના પાનવાડી ગામની એક મહિલાની તેના પ્રેમીએ ક્રૂરતાપૂર્વક હત્યા કરી અને ત્યારબાદ પોતે નદીમાં કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
મળતી માહિતી પ્રમાણે વ્યારા તાલુકાના પાનવાડી ગામના ચૌધરી ફળિયામાં રહેતા જ્યોતિબેન ચૌધરી નામની મહિલાને ફળિયામાં જ રહેતા નવીન ચૌધરી સાથે અગાઉ પ્રેમસંબંધ હતો. આ બાબતે હવે પ્રેમસંબંધ નહિ રાખવાનું શરતે સમાધાન પણ થયેલું હતું. પરંતુ નવીન ચૌધરી જ્યોતિબેન ને પ્રેમસંબંધ રાખવા દબાણ કરતો હતો. જો કે જ્યોતિબેન તરફથી ના માં જવાબ મળતા ગત તારીખ ૧૧-૦૯-૨૦૨૫ ના રોજ વહેલી સવારે જ્યોતિબેન ઘરકામ કરવા માટે ચાલતા જઈ રહ્યા હતા. ત્યારે સવારના ૬:૫૦ ના અરસામાં ત્રણ રસ્તા પાસે જ્યોતિબેન ને નવીન ચૌધરી એ આંતરી દાતરડા વડે જ્યોતિબેન ના માથાના ભાગે તેમજ શરીર પર ઘા કરી નવીન નાસી છૂટયો હતો.
જ્યોતિબેન ને સારવાર માટે સૌપ્રથમ વ્યારાની જનરલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં ગંભીર ઈજાઓના કારણે તબીબોએ તેમને સુરત રીફર કરતા સુરત સિવિલ ખાતે સારવાર દરમ્યાન તેમનું મોત થયું હતું. આ તરફ પ્રેમિકા પર જીવલેણ હુમલો કર્યા બાદ નવીન ચૌધરી આકુળવ્યાકુળ થઇ ગયો હતો અને પોતાની બાઈક લઈ ડોલવણ તાલુકાના પીપલવાડા ગામે ગયો હતો. ત્યાં ત્રણ રસ્તા પુલ પાસે નવીન ચૌધરીનો દીકરો વિપુલ તેમજ ઘરના સભ્યો તેનો પીછો કરતા દોડી ગયા હતા. અને નવીનને ઘરે પરત ફરવા સમજાવી રહ્યા હતા.
પરંતુ નવીન નો જવાબ હતો કે હું ઘરે આવવાનો નથી, હું કંઇપણ કરી લઈશ. એમ કહી તે ડોલવણ તરફ નાસી છૂટયો હતો અને પલસીયા ગામની સીમમાંથી પસાર થતી પૂર્ણા નદીમાં ઝંપલાવી દીધું હતું. તેને બચાવવા સ્થાનિકોએ ઘણી કોશિશ કરી, ફાયર બ્રિગેડ દ્વારા પણ અનેક પ્રયાસો કર્યા પણ નદીના ઊંડા પાણીમાં ગરક થઈ ગયેલા નવીન નો કોઈ અતોપતો મળ્યો ન હતો. આધેડ વયે પહોંચેલા પ્રેમી એ આધેડ પ્રેમિકાની પ્રેમસંબંધ રાખવાની ના ને લઈને મોત નો ખેલ ખેલી પોતે પણ પૂર્ણા નદીમાં ઝંપલાવી તો દીધું હતું.
આ તરફ ડોલવણ પોલીસે નવીન ચૌધરીની ગુમ જાણવા જોગ દાખલ કરી તેની શોધખોળ હાથ ધરી હતી ત્યારે નવીન નો મૃતદેહ પૂર્ણા નદીમાં મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હત્યા અને આપઘાત બંને મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.




Users Today : 23
Users Last 30 days : 775
Total Users : 11243