ઉચ્છલ તાલુકાના કુઈદા ગામે નિશાળ ફળિયામાં રહેતા અને ખેતી કામ કરતા રામુભાઈ પુંજર્યભાઈ વસાવાના ઘરની બાજુમાં મોટાભાઈ ભીમસિંગ વસાવાના પુત્ર નિલેશભાઈના બે દીકરા હાર્દિક અને રોશન રહે છે અને નજીકમાં વૃદ્ધના નાનાભાઈ રવિદાસ વસાવા રહે છે બુધવારે સાંજે પત્ની સાથે જમી પરવારી રામુભાઈ ઘરના આંગણામાં પતરા ના સેડની બાજુમાં આંબલીના વૃક્ષ પર બેઠેલા બગલા અવાજ કરતા હોય.
તેઓને ઉડાવવા લાકડી વડે પતરાના સેડ
ને ઠોકતા હતા તે અવાજ સાંભળી હાર્દિક ઘરની બહાર આવી દાદા રામુ વસાવાને કહ્યું હતું કે “તમે શું કામ પતરાના શેડને લાકડી વગાડો છો આ અવાજથી મારા છોકરા ઉગતા નથી” કહી બોલા ચાલી કરી હાથમાં રહેલા લાકડીના ડંડા વડે દાદાના પીઠના પાછળના ભાગે ત્રણ ફટકા માર્યા હતા તે વખતે રોશન પણ આવ્યો હતો અને હાથાપાઈ કરી હતી તે જોઈ મોટાભાઈને બચાવવા રવિદાસ દોડી આવ્યો હતો તેને પણ રોશને ધક્કો મારી જમીન પર પાડી દીધા હતા તેથી રવિદાસ ભાઈને જમણા હાથે ઇજા પહોંચતા ફેક્ચર થયું હતું.આ દરમિયાન લોકો ભેગા થઈ જતા બંને ભાઈઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહ્યા હતા.




Users Today : 23
Users Last 30 days : 775
Total Users : 11243