નિઝરના વેલ્દા ગામે ગત દિવસ દરમિયાન ત્રણ ઈસમોએ બંધ ઘરમાં ચોરીને સફળ અંજામ આપી લાખો રૂપિયાની ચોરી કરી ફરાર થયાના ગુનામાં ગુનો ઉકેલી કાઢતી પોલીસે મુદ્દામાલ કબજે લીધો હતો, જે રીકવરી થયેલ મુદ્દામાલને તેરા તુજકો અર્પણ અંતર્ગત મુળ માલિકને સુપ્રત કર્યો હતો.
મળતી માહિતી પ્રમાણે તાપી જિલ્લાના નિઝરના વેલ્દા ગામે જયેશભાઈ એકનાથભાઈ પટેલના ઘરમાં તા.૧૧મી જુન ના રોજ ત્રણ અજાણ્યા ચોર ઈસમોઓએ ઘૂસીને કબાટમાંથી રોકડા રૂ.૨ લાખ, ૪૧ તોલા રૂ.૯ લાખ મળી કુલ રૂપિયા ૧૧,૩૦ લાખ ની ચોરી કરી હતી. જે અંગેની ફરિયાદ પોલીસ મથકે રજીસ્ટર થતા જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સુચના હેઠળ તાપી જિલ્લા એસ.ઓ.જી.ટીમ તથા એલ.સી.બી.એ સ્થાનિક નિઝર પોલીસની ટીમે ઘરફોડ ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી રોકડ તથા દાગીનાની રિકવરી કરી હતી. ચોરાયેલો મુદ્દામાલ પરત કરવા નિઝર પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજી મુળમાલિકને પરત કરવામાં આવ્યો હતો.




Users Today : 25
Users Last 30 days : 777
Total Users : 11245