વાલોડના ભીમપોર ગામે રોકડ મળશે ત્યાર બાદ લોન મળશેની લોભામણી લાલાચ આપી બેન્કમાં ચેરીટીના ૫૪ ખાતા ખોલાવી જે પૈકી ૧૦ ખાતામાં ૩,૭૧,૬૮,૫૭૪/- ના ટ્રાન્ઝેકશન કરી ગુનો કરનાર દંપતિ અને દલાલની પોલીસે ધરપકડ કરી હતી.
મળતી માહિતી પ્રમાણે તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ભીમપોર ગામે જુલાઈ ૨૦૨૨થી ૧લી સપ્ટેમ્બર ૨૦૨૫ના સમય ગાળા દરિમયાન નરેશ ભીમજી ચોહાણ, અમિતા નરેશ ચોહાણ (રહે ભીમપોર,તા,વાલોડ) એજન્ટ -દલાલ રૂજલ અનિલકુમાર શાહ (રહે,ઈન્ડોર સ્ટેડીયમ પાસે ગેલેક્ષી એપાર્ટમેન્ટ, ઘોડ રોડ સુરત)એ હેતલ સુરેશ ચૌધરી તથા અન્યોને લાલચ આપી હતી. દંપતીએ જણાવ્યું કે, સુરતના રૂજલ શાહ નામના વ્યકિત છે, તેઓ બેન્કમાં ખાતા ખોલી આપી પૈસા આપે છે, તમે બેન્કમા ખાતા ખોલાવશો તો તમને પણ પૈસા અને લોન પણ મળશે. રૂજલ શાહે ભીમપોર આવી હેતલ ચૌધરી તથા અન્યો જણાવ્યુ કે તે સાઉથ ઇનિડયન બેન્કમાં એજન્ટ તરીકે અને સાથે શેર માર્કેટમાં દલાલીનુ કામ કરે છે. હું ભીમપોર ગામના રહીશોના બેન્કમાં ચેરીટી માટેના ખાતા ખોલી આપીશ.
શરુઆતમા બધાને રોકડા ૨૫૦૦ મળશે ત્યાર બાદ ખાતામાં પૈસા જમા થશે.પૈસા અને લોન મળશે. રૂજલ શાહે જાસો આપ્યો હતો અને બેન્ક ઓફ ઈન્ડિયા, સાઉથ ઈન્ડીયન બેન્ક, ઇશાફ બેન્ક તથા કર્ણાટક બેન્કમાં કુલ ૫૪ વ્યકિતઓના ખાતા ખોલાવી લીધી હતી. તેણે હેતલ ચૌધરી સહિત અન્યો પાસે પાસબુક, એટીએમ, ચેકબુક લઈ તેઓની જાણ બહાર તેમના બેન્ક ખાતામાં મોટી રકમની લેવડ દેવડ કરી કુલ ૧૦ બેન્ક ખાતામાં કુલ્લે રુપિયા ૩,૭૧,૬૮૫૬૪/- કરોડના ટ્રાન્ઝેકશન કર્યા હતા. જેની જાણ થતાં હેતલ સુરેશ ચોધરીએ વાલોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી દેપતિ તથા દલાલની ધરપકડ કરી હતી.




Users Today : 23
Users Last 30 days : 775
Total Users : 11243